Western Times News

Gujarati News

પેરાસેલિંગ કરવા આવેલા સહેલાણી નીચે પટકાયા

દમણ , સંઘ પ્રદેશ દમણના જમપોર બીચ પર પેરાસેલિંગ કરવા આવેલા સહેલાણીઓ હવામાંથી નીચે પટકાયા હતા. જેમાં ૨ સહેલાણીઓ અને એક ટ્રેનર નીચે પછડાયા બાદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે વાપી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જાે કે સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સમગ્ર વિસ્તારમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે વેકેશનના સમયમાં ખુબ જ મોટા પ્રમાણમાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે.

દમણ ખાતે આવેલા જમપોર બીચ પર લોકો હરવા ફરવાના મુડમાં જાેવા મળી રહ્યા છે. ગરમીના કારણે લોકો દરિયા કિનારાના વિસ્તારોમાં ફરવાનું વધારે પસંદ પડે છે. સહેલાણીઓ બીચ પર રહેલા એડવેન્ચર સ્પોર્ટની મજા માણે છે. જાે કે એડવેન્ચર સ્પોર્ટ્‌સની મજા લેતા સમયે આ કંપનીઓ ગાઇડલાઇનનું પાલન કરે છે કે કેમ તે જાેતા નથી.

દિવમાં પણ આવી એક ઘટના બની હતી. એડવેન્ચર સ્પોર્ટ્‌સ કરતા સમયે સહેલાણીઓ સાથે એક દુર્ઘટના થઇ હતી. બીચ પર બે સહેલાણી અને ટ્રેનર ત્રણ લોકો પેરા સેલિંગ કરતા સમયે હવામાં ઉડી રહ્યા હતા. જાે કે અચાનક હવા બદલી જવાનાં કારણે તેઓ નીચે પટકાયા હતા.

સહેલાણી અને ટ્રેનર નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને દમણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તમામને વાપીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાે કે સમગ્ર ઘટનાનો વીડિયો હાલ પંથકમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

હાલ ચોમાસા પહેલા વાતાવરણમાં ખુબ જ પરિવર્તન આવતું રહે છે. આ દરમિયાન પવન પણ ખુબ જ ઝડપી હોય છે અને દિશા બદલતો રહે છે આ ઉપરાંત દરિયો પણ તોફાની બને છે. ગોવા સહિત તમામ સ્થળોએ વોટર સ્પોર્ટ બંધ કરી દેવામાં આવે છે. જાે કે ગુજરાતમાં તો પૈસા ફેંકો અને તમાશા દેખો જેવી સ્થિતિ છે.

ગુજરાતમાં અધિકારીઓને પૈસા મળી જાય તો તેઓ વગર પાણીએ વોટર સ્પોર્ટને મંજૂરી આપી દે તેવી સ્થિતિ છે. તેમાં જ્યાં ધંધો ચાલે છે ત્યાં તો અધિકારીઓને પૈસા આપી દેવાય તો તેઓ આંટો મારવા પણ નહી આવતા હોય.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.