Western Times News

Gujarati News

જૈન સોશ્યિલ ગ્રુપ અમદાવાદ એલિટના હોદેદારોની નિમણુંક

જૈન સોશ્યિલ ગ્રુપ અમદાવાદ એલિટ સમગ્ર વિશ્વમાં 65,000 થી વધુ સભ્યો ધરાવતા 400 થી વધુ ગ્રુપ ધરાવતું જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશન, જે એક સૌથી મોટી જૈન સંસ્થાનો ભાગ છે. અમે JSGIFના સૂત્રમાં દ્રઢપણે વિશ્વાસ કરીએ છીએ – ‘સાથે ચાલો, સાથે વાત કરો અને એક મનથી કાર્ય કરો’.

ગત રવિવાર હોટેલ તાજમાં યોજાયેલ સમારોહમાં શ્રી ઉદયન શાહ, શ્રી વૈભવ કોઠારી (મેન્ટોર), શ્રી મોનિક વોરા – પ્રેસિડેન્ટ, શ્રીમતી સેજલ શાહ – વાઇસ પ્રેસિડેન્ટ, શ્રી દિવ્યેશ દોશી – સેક્રેટરી, શ્રી પારસ દેસાઈ – જોઈન્ટ સેક્રેટરી અને શ્રી જગત ગાંધી – ટ્રેઝરરની નિમણુંક કરવામાં આવેલ.

કાર્યક્રમમાં JSGIFના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ પ્રેસીડન્ટ શ્રી સુરેશભાઈ કોઠારી અને ભૂતપૂર્વ ગોલ્ડન જ્યુબિલી પ્રેસીડન્ટ શ્રી હરેશભાઇ વોરા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલ.

કાર્યક્રમ દરમ્યાન ગ્રૂપના 150થી વધુ મેમ્બેરોએ ભાગ લીધેલ. વર્ષ 2022-23 દરમ્યાન જોડાનાર 40થી વધુ નવા મેમ્બેરો ફોટોમાં દ્રષ્ટિગોચર થાય છે. સમગ્ર કાર્યકમ નું સંચાલન પ્રખ્યાત મોડલ અને અભિનેત્રી ભક્તિ કુમ્બાવત દ્વારા કરવામાં આવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.