Western Times News

Gujarati News

ડિઝલને બેરલમાં લાવવાની હવે જરૂર નહીં પડે, આ શહેરમાં શરૂ કરાઈ મોબાઇલ ડિઝલ ડિલિવરી

મહિન્દ્રાએ નાગપુરમાં મોબાઇલ ડિઝલ ડિલિવરી ઉપલબ્ધ કરવા રેપોસ એનર્જી અને નવાંકુર ઇન્ફ્રાનેર્જી સાથે જોડાણ કર્યું

નવાંકુર ઇન્ફ્રાનેર્જી મોબાઇલ ફ્યુઅલ પમ્પ – બૂસ્ટર ડિઝલનું ઉદ્ઘાટન ભારતના આદરણીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના ડીઆઇ, ડિરેક્ટર MSME શ્રી પી એમ પાર્લેવાર સાથે કર્યું

નાગપુર, ઘરઆંગણે ઇંધણની ડિલિવરીનું મોડલ સમગ્ર દેશમાં ઝડપથી વધી રહ્યું છે અને કોવિડ પછીના સમયગાળામાં ઝડપથી વધ્યું છે. Mahindra partners with Repos Energy and Navankur Infranergy to make mobile diesel delivery available in Nagpur India

આ માટે વિવિધ પરિબળો જવાબદાર છે, જેમાં ઇંધણના વેપારની વૈશ્વિક પુરવઠા સાંકળ અને એની વ્યવહારિકતા, હાલના વિતરણ મોડલની માળખાગત મર્યાદાઓ, ઉપભોક્તાઓના ખરીદીની વર્તણૂકમાં ફેરફાર અને ટેકનોલોજીકલ પરિવર્તન સામેલ છે.

સમગ્ર નાગપુરમાં અંતિમ ગ્રાહકોના જીવનને સરળ બનાવવામાં નવાંકુર ઇન્ફ્રાનેર્જીએ એનું મોબાઇલ ફ્યુઅલ પમ્પ – બૂસ્ટર ડિઝલ પ્રસ્તુત કર્યું હતું. મોબાઇલ ફ્યુઅલ પમ્પનું ઉદ્ઘાટન ભારતના આદરણીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના ડીઆઇ, ડિરેક્ટર એમએસએમઇ શ્રી પી એમ પાર્લેવાર સાથે કર્યું હતું.

આ પ્રસંગે નવાંકુર ઇન્ફ્રાનેર્જીના ડિરેક્ટર નચિકેતા પાંડેએ કહ્યું હતું કે, “બૂસ્ટર ડિઝલ – ફ્યુઅલ બાઉઝર સમગ્ર નાગપુરમાં વિવિધ અંતિમ વપરાશકર્તાઓ અને ઉદ્યોગોને તેમના ઘરઆંગણે ડિઝલ માટેની માગને પૂર્ણ કરવા સેવા આપશે. આ ડબલ ડિસ્પેન્સિંગ આલ્ફા મોબાઇલ ફ્યુઅલ પમ્પ છે, જે મહિન્દ્રા ફ્યુરિયો 11 ટ્રક પર નિર્મિત છે.

આ સંપૂર્ણ નિર્મિત મોબાઇલ ફ્યુઅલ બાઉઝર છે, જેનો પુરવઠો પૂણેની રેપોસ એનર્જી પ્રદાન કરે છે. ઘરઆંગણે ડિઝલની ડિલિવરી ઊર્જાદક્ષ વિતરણના માળખા તરફ દોરી જશે અને મોટા ભાગે કાયદેસર અને સરળ રીતે બલ્ક ગ્રાહકોને ડિઝલ પ્રદાન કરશે.”

નવાંકુર ઇન્ફ્રાનેર્જીના ડિરેક્ટર મહેન્દ્ર નિલાવરે ઉમેર્યું હતું કે, “મહિન્દ્રા અને રેપોસ સાથે જોડાણમાં અમે આ વિસ્તારમાં મોબાઇલ ફ્યુઅલ વિતરણમાં અમારી કામગીરી વધારીશું.”

રેપોસ એનર્જીએ ફ્યુરિયો ટ્રકની લાઇટ અને ઇન્ટરમીડિએટ કમર્શિયલ વ્હિકલ્સ દ્વારા ઘરઆંગણે ઇંધણની ડિલિવરી કરવા મહિન્દ્રા સાથે જોડાણ કર્યું છે.

આ પ્રસંગે રેપોસ એનર્જીના સહ-સ્થાપક ચેતન વાળુંજે કહ્યું હતું કે, “જ્યારે સંપૂર્ણ દુનિયા મોબાઇલ દ્વારા ચીજવસ્તુઓને સરળ સુલભતા તરફ અગ્રેસર છે, ત્યારે ભારતમાં ડોરસ્ટેપ ડિઝલ ડિલિવરી દેશમાં ઇંધણની ડિલિવરીને સરળ બનાવે છે.

મોબાઇલ પેટ્રોલ પમ્પો દ્વારા વ્હીલ પર ડિઝલ લાવવું અમારી મુખ્ય સફળતા પૈકીની એક છે તથા શ્રેષ્ઠ અને અનુકૂળ ઉત્પાદન સાથે મહિન્દ્રા ફ્યુરિયો ફ્યુઅલ બાઉઝર એપ્લિકેશન માટે ઓફર કરીને અમે ભારતના દરેક અને તમામ ખૂણે પહોંચવા તેમજ ભવિષ્યમાં ઊર્જાના તમામ પ્રકારના વિતરણને પરિવર્તિત કરવા ઇચ્છીએ છીએ.”

આ પ્રસંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના કમર્શિયલ વ્હિકલના બિઝનેસના હેડ જલજ ગુપ્તાએ કહ્યું હતું કે, “ડિઝલનો મોટો હિસ્સો ઇંધણ ઉદ્યોગમાં વપરાય છે, જ્યાં તેની અવારનવાર બલ્કમાં જરૂર પડે છે.

આ ઉદ્યોગો બેરલ અને બાઉઝર જેવા અનુચિત રિસેપ્ટેકલનો ઉપયોગ કરીને ફ્યુઅલ પમ્પોમાંથી ડિઝલની ખરીદી કરે છે, જેનાથી ડિઝલના સ્પિલેજ, ઢોળાઈ જવાથી, ડેડ માઇલેજ અને મેનપાવરના ખર્ચ સ્વરૂપે મોટું નુકસાન થાય છે. ફ્યુઅલ બાઉઝર બિઝનેસ સોલ્યુશનમાં રેપોસ એનર્જીની કુશળતા સાથે અમે ઉદ્યોગનોની વિકસતી જરૂરિયાતને પૂર્ણ કરવા આવશ્યક પ્રોડક્ટ ઓફર કરી છે અને રાષ્ટ્રનિર્માણમાં અમારું નાનું પ્રદાન કર્યું છે.

મહિન્દ્રાની લાઇટ અને ઇન્ટરમીડિએટ કમર્શિયલ વ્હિકલની રેન્જ ફ્યુઅલ બાઉઝર તેના સ્વાભાવિક ફાયદા સાથે કામગીરી માટે એને પરફેક્ટ ફિટ બનાવવાનો ફાયદો આપે છે અને નફાકારકતા સુનિશ્ચિત કરે છે. અમે નવાંકુર ઇન્ફ્રાનેર્જીને ફ્યુઅલ આંતરપ્રિન્યોર તરીકે તથા ભારતની ઊર્જાના વિતરણના ક્ષેત્રમાં કાર્યદક્ષતા ઊભી કરવા તેમનું પ્રદાન કરવા બદલ અભિનંદન આપીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.