Western Times News

Gujarati News

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓ બેંક દ્રારા ૩ કરોડના ખર્ચે સહકારી શિક્ષણ ભવનનું નિર્માણ કરાશે

ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત કરશે. 

સહકારી શિક્ષણ ભવનના નિર્માણથી ભરૂચ અને નર્મદા જીલ્લાની સહકારી પ્રવૃતિ વધુ સઘન બનશે : અરૂણસિંહ એ.રણા,ચેરમેન ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંક.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકના કર્મચારીઓ, ગ્રાહકો તેમજ ભરૂચ અને નર્મદા જીલ્લાની સહકારી મંડળીઓના કમિટિ સભ્યો, સભાસદો અને કર્મચારીઓને સહકારી ક્ષેત્રને લગતુ શિક્ષણ ભવન ઉભુ કરાશે.

જેનુ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત ૩ જી જૂન ના રોજ દુધધારા ડેરી ખાતે આયોજીત સહકાર સંમલેનમાં આ ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહ કરશે અને આ અવસરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમ ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ એ.રણાએ બેંક દ્રારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને
સંબોધતા જણાવ્યુ હતું.

ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓ બેંકના સભાખંડમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ એ.રણાએ જણાવ્યુ હતુ કે ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓ બેંકે ૧૧૫ વર્ષ પૂર્ણ કર્યા છે.બેંકની ભરૂચ અને નમદા જીલ્લામા ૪૯ જેટલી શાખાઓ છે.જેમાં ૧૯ શાખાઓ બેંકની માલિકીના મકાનમાં ચાલે છે.બેંક આજે નવી ટેક્નોલોજીથી સુસજજ છે.બદલાતા સમયની સાથે સહકારના નિયમો અને ટેકનોલોજીમાં બદલાવ આવે છે.આવા સંજોગોમાં બેંકના કર્મચારીઓ,ગ્રાહકો અને બેંક સાથે જોડાયેલ સહકારી મંડળીઓના કમિટી સભ્યો,સભાસદો,હોદ્દેદારો અને કર્મચારીઓને તેનુ શિક્ષણ મળે તે જરૂરી છે.

જેના ધ્યાનમાં લઈ બેંક દ્રારા અદ્યતન સહકારી શિક્ષણ ભવન ઉભુ કરવાની યોજના બનાવી છે.જેનુ તા.૩ જી જુનના રોજ ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યઅલ ખાતમુહુર્ત થશે.આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા,સાંસદ મનસુખ વસાવા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અને ધારાસભ્ય ઈશ્વર પટેલ ઉપસ્થિત રહેનાર છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓ બેંક પહેલા ખોટના ખાડે જતી હતી.વર્ષ ૧૯૯૮ માં અરૂણસિંહ રણાએ ચેરમેન તરીકે હોદ્દો સાંભળ્યા બાદ બેંકના વિકાસને વેગ મળ્યો હતો.છેલ્લા રર વર્ષમાં બેંકે સફળતાના શિખરો સર કરી આજે સહકારી ક્ષેત્રની સફળ બેંકોમાં નામના પ્રાપ્ત કરી છે. તેમા પણ સહકાર શિક્ષણ ભવન ઉભુ થતા માત્ર બેંક જ નહિ જીલ્લાના સહકારી ક્ષેત્રને વેગ મળવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.