Western Times News

Gujarati News

લાકડા ભરેલી ટ્રક વીજ ડીપી સાથે અથડાતા ડ્રાયવર ટ્રક મુકી ભાગી ગયો

માલપુરના નાથાવાસ ગામે લાકડા ભરેલી ટ્રક વીજ ડીપી સાથે અથડાતા ટ્રક ચાલક ટ્રક મુકી ભાગી ગયો

લીલા લાકડા ભરેલા ટ્રકને વનવિભાગે જવા દીધો

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના નાથાવાસની સીમમાં લીલા લાકડા ભરેલા ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક રિવર્સ મારતા વીજડીપી સાથે ધડાકાભેર અથડાઈ હતી.ચાલુ પાવરે વીજડીપી અને પોલને મોટાપાયે નુકશાન કર્યું હતુ.

ટ્રક ચાલક ટ્રક મુકી ભાગી ગયો હતો.ગામમાં અફડા તફડી મચી જતા મોટી સંખ્યામાં લોકો ઉમટી જઇ યુજીવીસીએલને જાણ કરી પાવર બંધ કરાયો હતો.લીલા લાકડા ભરેલા ટ્રકને વન વિભાગના કર્મીઓ  હાજર હતા.

પરંતુ લાકડા ભરેલા ટ્રકના ચાલકને પૂછતાછ કર્યા વગર રવાના કરી દીધો હતો. રાજય સરકાર દ્વારા દરવર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટથી જંગલમાં વુક્ષો વાવી અને જતન કરવા માટે વાપરવામાં આવે છે. અધીકારીઓની બેદરકારી થી જંગલનો  નાશ થઇ.રહયો છે.

જે અંગે માલપુરના આગેવાને જણાવ્યું હતું કે બે દીવસ અગાઉ એક વિરપ્પન માલપુર ઓફીસમાં આવી અધિકારીની મુલાકાત કરી હતી.સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવે તો  તથ્ય બહાર આવે તેવી શક્યતા રહેલી છે.

દિલીપ પુરોહિત. બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.