Western Times News

Gujarati News

ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર મુકામે તમાકુ નિષેધ નિમિત્તે વ્યસનમુક્તિ રેલી યોજાઈ

ગોધરા,
યુગતિર્થ શાંતિકુંજ હરિઘ્વાર ની પ્રેરણાથી ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ઘ્વારા ૩૧ મે તમાકુ નિષેધ દિન નિમિત્તે વ્યસનમુક્તિ રેલીનું આયોજન રાખવામાં આવ્યું હતું.આ રેલી ગાયત્રી શક્તિપીઠ થી નીકળી બસ સ્ટેન્ડ થઈ નવાબજાર મેઈન બજાર થઈને નગરના મુખ્ય માર્ગે આ રેલીમાં ૩૦૦ થી વધુ ગાયત્રી પરિવારના પરિજનોએ લાભ લીધો હતો .

વ્યસનમુક્તિના પ્રેરક ગીતો અને તમાકુ વિરોધી સુત્રોચ્ચાર ઘ્વારા રેલી ઘણીજ પ્રભાવશાળા રહી હતી .વ્યસનમુક્તિ રેલીમાં મહીસાગર જીલ્લાના વરિષ્ઠ પરિજનો તેમજ સંતરામપુર કડાણા તથા ફતેપુરાના પરિવારજનો એ વધુ સંખ્યામાં લાભ લીધો હતો .

વ્યસની મહોરા , બેનર્સ , તથા ઢોલવાજાં તેમજ ગાયત્રી શક્તિપીઠ જ્ઞાનરથ તથા આશ્રમરથ જોડાયા હતા . વ્યસનમુક્તિ મહારેલી ના સમાપન પછી ગાયત્રી શક્તિપીઠ ના માં ભગવતી હોલ ખાતે ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતુ.

સભાના પ્રારંભમાં દિપપ્રાગટય વિધાનમાં પંચમહાલ ઉપઝોન પ્રભારી રામજીભાઈ ગરાસીઆ , મહીસાગર જીલ્લા સંયોજક શ્રી જેઠાભાઈ પટેલ , મનહરભાઈ ખાંટ , બળવંતભાઈ પટેલીયા , સુરેશભાઈ ભાવસાર , દિલીપભાઈ રાણા , રંજનબેન , જયશ્રીબેન બ્રહમાકુમારીઝ બેનો વગેરે ઉપસ્થિત રહયાં હતા.યુગનિર્માણ યોજના મથુરા તથા વિચારક્રાંતિ અભિયાન શાંતિકુંજનો યુગ સંદેશ પાઠવવામાં આવ્યો હતો.સૌએ વ્યક્તિનિર્માણ માટે વ્યસનમુક્ત બનવા સંકલ્પ લીધા હતા .

  તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.