Western Times News

Latest News from Gujarat India

સિધ્ધાંત કપૂર ડ્રગ્સ કેસમાં જામીન પર મુક્ત

મુંબઈ, સોમવારે ડ્રગ્સ માટેનો બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ધરપકડ કરાયેલા સિદ્ધાંત કપૂરને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. રવિવારે મોડી રાતે રેવ પાર્ટીમાંથી સિદ્ધાંત કપૂરની અન્ય કેટલાક શખ્સ સાથે અટકાયત કરવામાં આવી હતી અને સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવતાં ધરપકડ કરાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાંત કપૂરની સાથે અન્ય ચાર લોકોને પણ સ્ટેશન બેઈલ પર છોડવામાં આવ્યા હતા.

સિદ્ધાંત કપૂર અને અન્ય ચારને જ્યારે પણ પોલીસ બોલાવે ત્યારે હાજર રહેવું પડશે, તેમ ડીસીપી ઈસ્ટ બેંગાલુરુના ડીપીસી ભીમશંકર ગુલેડે કહ્યું હતું. પોલીસે બાતમીના આધારે જ્યારે બેંગાલુરુના એમજી રોડ પર આવેલી પોશ હોટેલમાં જ્યારે દરોડા પાડ્યા ત્યારે સિદ્ધાંત કપૂર ડ્રગ્સ લઈ રહ્યો હતો.

સોમવારે ધરપકડ બાદ બેંગાલુરુ શહેર પોલીસના ડેપ્યુટી કમિશનર ભીમશંકર એસ. ગુલેડે જણાવ્યું હતું કે ‘સિદ્ધાંત કપૂરના મેડિકલ રિપોર્ટમાં તેણે ડ્રગ્સ લીધું હોવાનો ખુલાસો થયો હતો. અમે તેની ધરપકડ કરી લીધી છે અને આગળની પ્રક્રિયા ચાલી રહી છે. અમે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલીશું’.બાતમીના આધારે બેંગાલુરુ પોલીસે હોટેલમાં દરોડા પાડ્યા હતા, જ્યાં રેવ પાર્ટી ચાલી રહી હતી.

તે સમયે ડીસીપીએ રિપોર્ટર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘ગઈ રાતે (રવિવાર) અમને માહિતી મળી હતી કે પાર્ટી ચાલી રહી છે અને હાજર લોકોએ ડ્રગ્સ લીધું છે. અમે દરોડા પાડ્યા હતા અને ૩૫ લોકોની અટકાયત કરી હતી. અમે તેમની પાસેથી ડ્રગ્સ મળ્યું નહોતું પરંતુ નજીકમાં એમડીએમએ અને ગાંજાનો નિકાલ જાેવા મળ્યો હતો. તેનો નિકાલ કોણે કર્યો તે માટે અમે સીસીટીવી ફૂટેજ ચેક કરીશું’.

ડ્રગ્સ લીધું હોવાના શંકાસ્પદ લોકોના મેડિકલ રિપોર્ટ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા અને છ શખ્સની સાથે સિદ્ધાંતના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે, તેમણે પાર્ટીમાં ડ્રગ્સ લીધું કે પછી બહારથી ડ્રગ્સ લીધા બાદ પાર્ટીમાં આવ્યા તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.’હોટેલને નોટિસ આપવામાં આવી છે, કેટલાક સવાલ પૂછ્યા છે, જેનો તેમણે જવાબ આપવો પડશે.

બેંગાલુરુ પોલીસ ડ્રગ્સ સામે યુદ્ધ જાહેર કર્યું છે અને આ તેનો એક ભાગ હતો. આ મહિનાની શરૂઆતમાં અમે દરોડા પાડ્યા હતા અને ૩૪ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો’, તેમ ડીસીપીએ  જણાવ્યું હતું.SS2KP

Copyright © All rights reserved. | Developed by Aneri Developers