Western Times News

Gujarati News

રેલવે ટ્રેક પર પડેલા વ્યક્તિને બચાવવા રેલવે કર્મચારી કૂદી પડ્યો ટ્રેન સામે

નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થતા હોય છે. એમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જે લોકોને ચોંકાવી દે છે. હાલમાં પણ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ભારતીય રેલવેએ તેમના ટ્‌વીટર હેન્ડલ પર શેર કર્યો.

A railway employee jumped in front of a train to rescue a person lying on the railway track

વીડિયોમાં તમે જાેઇ શકો છો કે રેલવે વિભાગનો એક કર્મચારી ભાગતો આવે છે અને ટ્રેક પર પડી ગયેલા વ્યક્તિને બચાવી લે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બચાવ્યાની થોડીક સેકન્ડો બાદ તેજ ટ્રેક પરથી તેજ ગતિએ એક ટ્રેન પસાર થઈ હતી. રેલવે મંત્રાલયે આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો ટિ્‌વટર પર શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

રેલવે વિભાગ દ્વારા શેર કરેલા સીસીટીવી ફૂટેજમાં, એચ સતીશ કુમાર જેઓ રેલ્વે કર્મચારી છે તેઓ ગુડ્‌સ ટ્રેનને ફ્લેગ ઓફ કરવા માટે પ્લેટફોર્મ તરફ ચાલતા જાેવા મળે છે. જ્યારે તેઓ જુએ છે કે કોઇ વ્યક્તિ ટ્રેક પર પડી ગયુ છે ત્યારે તઓ એક પણ સેકન્ડની રાહ જાેયા વગર પ્લેટફોર્મ તરફવ દોડી જાય છે અને પોતાના જીવની ચિંતા કર્યા વગર ટ્રેક પર કૂદીને એ વ્યક્તિનો જીવ બચાવી લે છે.

સતીશ કુમારે ટ્રેન આવે તે પહેલા વ્યક્તિને પાટા પરથી ખેંચી લીધો અને તેની થોડી જ ક્ષણો બાદ પૂરપાટ ઝડપે આવતી ટ્રેન એ ટ્રેક પરથી પસાર થઇ. જાે સતીશે પોતાની સૂઝબૂઝથી આ વ્યક્તિનો જીવ ન બચાવ્યો હોત તો કોઇક ના ઘરે આજે અંધકાર છવાઇ ગયો હોત.

જાેકે એ વાત હજી સામે નથી આવી કે આ વ્યક્તિ ટ્રેક પર કઇ રીતે પડી ગયો હતો. પરંતુ રેલવે વિભાગ વારંવાર સુચના આપે છે કે જલદીમાં તમે તમારા જીવને જાેખમમાં ન મુકો તેમ છતાં દર થોડા દિવસે રેલવે ટ્રેક પર અકસ્માતના વીડિયો સામે આવતા હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.