Western Times News

Gujarati News

વૈજ્ઞાનિકોએ પકડ્યો ૧૮ ફૂટ લાંબો વિશાળકાય Python

Scientists have seized a 12-foot-tall giant python

નવી દિલ્હી, તમે ઘણી ફિલ્મોમાં વિશાળકાય અજગર જાેયા જ હશે, જે ઘણા પ્રાણીઓ અને ક્યારેક માણસોને પણ જીવતા ગળી જાય છે. જાે કે આવા તમામ જીવો કોમ્પ્યુટર ગ્રાફિક્સની મદદથી બનાવવામાં આવ્યા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે થોડા સમય પહેલા અમેરિકામાં આટલો મોટો અજગર પકડાયો છે કે જ્યારે તમને તેની ખબર પડશે તો તમે તેને નકલી ગણશો અથવા તો તમે આ સમાચારને નકલી માનવા લાગશો.

અહેવાલ મુજબ અમેરિકાના ફ્લોરિડામાં વૈજ્ઞાનિકોએ ૧૮ ફૂટ લાંબો અજગર પકડ્યો છે. વૈજ્ઞાનિકોના મતે, આ તેમના દ્વારા પકડાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો બર્મીઝ પાયથોન છે. સાઉથવેસ્ટ ફ્લોરિડાની કન્ઝર્વન્સીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓએ ગયા વર્ષે ડિસેમ્બરમાં યુએસમાં એવરગ્લેડ્‌સમાંથી એક વિશાળ અજગર પકડ્યો હતો, જેને એપ્રિલ સુધી ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો.

એપીના રિપોર્ટ અનુસાર, આ અજગરનું વજન લગભગ ૧૦૦ કિલો છે. અજગરના નેક્રોપ્સીથી જાણવા મળ્યું કે તેના પેટમાં ૧૨૨ ઇંડા છે. કન્ઝર્વન્સીના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે માદા અજગરના પેટમાંથી એક સમયે આટલા ઈંડા મળી આવ્યા છે.

આ અજગરને પકડવા માટે વૈજ્ઞાનિકોને ૨૦ મિનિટ સુધી લડાઈ લડવી પડી હતી, ત્યારબાદ તેઓ તેને પકડવામાં સફળ રહ્યા હતા. વૈજ્ઞાનિકોને અજગરના પેટમાં વધુ એક આશ્ચર્યજનક વસ્તુ મળી. તેઓને તેના પેટમાં હરણના પગના ટુકડા મળ્યા, જે દર્શાવે છે કે જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે થોડા સમય પહેલા તેણે હરણનો શિકાર કર્યો હોવો જાેઈએ.

કન્ઝર્વન્સીના એન્વાયર્નમેન્ટલ સાયન્સ પ્રોજેક્ટ મેનેજર ઇયાન બાર્ટોઝેકે જણાવ્યું હતું કે તેમની સંસ્થાએ વર્ષ ૨૦૧૩થી અજગરને દૂર કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ અનુસાર, માદા અજગરને આ ઇકોસિસ્ટમમાંથી દૂર કરવામાં આવે છે જેથી કરીને અન્ય જીવોને જીવવાનો મોકો મળે અને તેમને ખાવા માટે ખોરાક મળે જે આ લોકો ખાય છે. અત્યાર સુધીમાં સાઉથવેસ્ટ ફ્લોરિડાના વિસ્તારમાંથી લગભગ ૧૦૦૦ અજગર દૂર કરવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.