Western Times News

Gujarati News

મોદીએ હૈદ્રાબાદને ભાગ્યનગર કહેતાં નામ બદલવાની માગ તેજ બની

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદનું નામ બદલવાની ભગવા બ્રિગેડની માંગને ફરી એકવાર તાજી કરી દીધી છે, રવિવારે તેમણે ભાજપની રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકના અંતિમ દિવસે પોતાના વક્તવ્યમાં હૈદરાબાદનો ઉલ્લેખ ભાગ્યનગર સાથે કરતા ફરી એકવાર શહેરનું નામ બદલવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ સાથે હૈદરાબાદ સાથે જાેડાયેલો રોચક ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે.

કે જ્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદને ભારતમાં સમાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદનું નામ બદલવાની ચર્ચા અને ભાજપના નેતાઓના નિવેદન સામે અમદાવાદનું નામ બદલવાનો મુદ્દો પણ વિરોધીઓ ઉઠાવી રહ્યા છે. આ મામલે ગુજરાત સરકાર પર કટાક્ષ પણ કરાયો છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે ટાંક્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે હૈદરાબાદ ભાગ્યનગર છે, જે આપણા બધા માટે મહત્વપૂર્ણ છે. એ ભાગ્યનગરમાં થયું હતું કે સ્વતંત્ર સેનાની સરદાર વલ્લભભાઈ પટેલે એકીકૃત ભારતનો પાયો નાખ્યો હતો અને એક ભારત શબ્દ પ્રચલિત થયો હતો.

હવે આ વારસાને આગળ ધપાવવાની જવાબદારી ભાજપની છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે કરેલા ટિ્‌વટથી શહેરનું નામ બદલાશે તે ચર્ચાને વેગ મળ્યો છે. તેમણે કહ્યું કે, અહીં ભાગ્યનગરમાં સરદાર પટેલે અમને એક ભારત આપ્યું, આજે સમગ્ર રાષ્ટ્રીય ભાજપની ટીમ આપણા દેશને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે જેપી નડ્ડાના નેતૃત્વમાં એકત્રિત થઈ છે.

શું હૈદરાબાદનું નામ બદલાશે તેવો સવાલ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, જ્યારે ભાજપ તેલંગાણામાં સત્તામાં આવશે ત્યારે મુખ્યમંત્રી કેબિનેટના સભ્યો સાથે મળીને આ અંગે ર્નિણય લેશે. ભાજપના સભ્યો દ્વારા હૈદરાબાદનું નામ બદલવાની માંગ કરવામાં આવી રહી છે, જ્યારે ૨૦૨૦ની હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નગરજનોને ‘હૈદરાબાદનું નામ ભાગ્યનગર કરવા માટે’ ભાજપને મત આપવા માટે વિનંતી કરી હતી. અને ત્યારે મુદ્દો સૌથી વધારે ચર્ચામાં આવ્યો હતો.

ભાજપના નેતા જ્યારે રઘુબર દાસે કહ્યું કે, હૈદરાબાદનું નામ પાર્ટી સત્તામાં આવશે તો બદલીને ભાગ્યનગર કરી દેવાશે. જેની સામે તેલંગાણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ)ના કેટીઆરથી જાણીતા રાવેએ ટિ્‌વટ કરીને કહ્યું કે પહેલા તમે અમદાવાદનું નામ બદલો.. તેમણે આ નામ બદલવા બાબતે ગુજરાત સરકાર પર કટાક્ષ પણ કર્યો છે.

હૈદરાબાદમાં જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, “આજે હું ભાગ્યનગર હૈદરાબાદમાં ઉભો છું. આખો દેશ જાણે છે કે જાે સરદાર પટેલ ના હોત તો આજે હૈદરાબાદ ભારતનો ભાગ ના બન્યો હોત.”

૩ જૂન ૧૯૪૭એ લોર્ડ માઉન્ટબેટને જાહેરાત કરી હતી કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારત અને પાકિસ્તાનને આઝાદી મળશે. ભારતમાં સત્તા કોંગ્રેસને સોંપવામાં આવશે, જ્યારે મુસ્લિમ લીગને પાકિસ્તાનની સત્તા સોંપાશે. દેશની આઝાદી સમયે મોટાભાગના રજવાડા ભારતમાં જાેડાઈ ગયા હતા, પરંતુ જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ ભારતમાં જાેડાવવા માટે તૈયાર નહોતા.

તેઓ અલગ દેશની માન્યતા મેળવવાની કોશિશ કરી રહ્યા હતા. આ પછી જ્યારે દેશ આઝાદ થયો ત્યારે નિઝામે હૈદરાબાદને એક સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરી દીધું. માઉન્ટબેટન અને નહેરુ બળપ્રયોગના પક્ષમાં નહોતા.
પરંતુ નિઝામે હથિયાર ખરીદ્યા અને પાકિસ્તાન સાથે સહયોગ કરવાની કોશિશ શરુ કરી.

આ અંગે જ્યારે સરદાર પટેલને જાણ થઈ તો તેમણે કહ્યું કે હૈદરાબાદ ભારતના પેટમાં કેન્સર સમાન છે અને તેનું સમાધાન સર્જરી જ હશે. આ દરમિયાન ભારત અને હૈદરાબાદ વચ્ચે વાતચીત તૂટી ગઈ હતી. બીજી તરફ ભારતે હૈદરાબાદ પર હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી.

૧૩ સપ્ટેમ્બર ૧૯૪૮ના દિવસે ભારતીય સેનાએ હૈદરાબાદ પર હુમલો કર્યો અને આ ઓપરેશનને નામ ‘ઓપરેશન પોલો’ આપવામાં આવ્યું હતું. શરુઆતમાં ભારતીય સેનાને તકલીફ પડી પરંતુ ૧૭મી સપ્ટેમ્બરે સાંજે હૈદરાબાદે હથિયાર નાખી દીધા હતા અને હાર સ્વીકારી લીધી હતી. હૈદરાબાદમાં દુનિયાના સૌથી વધુ ૧૭ પોલો મેદાન હતા જેથી આ ઓપરેશનને ‘ઓપરેશન પોલો’ નામ આપવામાં આવ્યું હતું. જેની કમાન જનરલ જેએન ચૌધરીના હાથમાં હતી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.