Western Times News

Gujarati News

BRTS હવે ત્રિ-મંદિર-સાણંદ સર્કલ સુધી લંબાવવામાં આવશે

BRTS will now be extended to Tri-Mandir-Sanand Circle

File Photo

કાલુપુર રેલ્વે સ્ટેશન પ્રિ-માઈસીસમાં પપ લાખના ખર્ચથી નવું બસ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યુ છે,

ર.૧ વાસણાથી સાણંદ સર્કલ સુધી
• અન-એટેન્ડેડ એરીયામાં બસની સુવિધા મળી રહે તે માટે વાસણા રૂટ ને સાણંદ સર્કલ સુધી એકસટેન્ડ કરવામાં આવશે. આ રૂટ નરોડા ગામથી સાણંદ સર્કલ રહેશે અને જેના એક્સટેન્શન સ્ટોપેજ પ્રવિણનગર/ મક્કતમપુરા વોર્ડ ઓફીસ (સારણી કામદાર સોસાયટી/ જુહાપુરા રોડ/ ખુરશીદ પાર્ક/ અંબર ટાવર/ સરખેજ સર્કલ રહેશે.

ર.ર ઝુંડાલ સર્કલ થી ત્રિ-મંદિર સુધી
• અન-એટેન્ડેડ એરીયામાં બસની સુવિધા મળી રહે તે માટે ઝુંડાલ સર્કલ રૂટ ને ત્રિ-મંદિર સુધી એકસટેન્ડ કરવામાં આવશે. આ રૂટ એલ.ડી. એન્જી. કોલેજ થી ત્રિ મંદિર રહેશે અને જેના એકસટેન્શન સ્ટોપેજ કલ્પતરુ પાર્ક / અડાલજ ગામ/ અડાલજ એસ.ટી. સ્ટેન્ડ/ ત્રિ મંદિર રહેશે.
• આ રૂટ માં દૈનિક ર૪ બસો અને ૧પ મીનીટ ફ્રીકવન્સીથી કનેકટીવીટી પુરી પાડવામાં આવશે.

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશને આવતા બહાગરામના મુસાફરોને હાલાકી ન થાય તે આશયથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જનમાર્ગનું નવું બસ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યું છે, તદ્‌પરાંત સેવાના વિસ્તૃતીકરણના ભાગરૂપે સાણંદ સર્કલ સુધી બીઆરટીએસની બસો દોડાવવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૦૮ની સાલમાં માત્ર ૧ર કિલોમીટરના સ્ટ્રેચમાં જનમાર્ગ સેવા શરૂ કરવામાં આવી હતી. હાલ BRTSની બસો અંદાજે ૧૧૦ કિ.મી.ના સ્ટ્રેચમાં દોડી રહી છે. ટુંક સમયમાં BRTS સેવા સાણંદ સર્કલ તેમજ ત્રિ-મંદીર સુધી ઉપલબ્ધ થશે.

સુત્રોએ જણાવ્યા મુજબ નરોડા ગામથી વાસણા સુધીના રૂટને વાયા પ્રવિણનગર, મકતમપુરા, જુહાપુરા રોડ, સરખેજ સર્કલ થઈ સાણંદ સર્કલ સુધી લઈ જવામાં આવશે. તેવી જ રીતે ઝુંડાલ સર્કલ રૂટને એલ.ડી. એન્જી. કોલેજથી ઝુંડાલ સર્કલ, અડાલજ ગામ થઈ ત્રિ-મંદીર સુધી લંબાવવામાં આવશે.

જયારે વાસણાથી હંસપુરા રીંગરોડ રૂટ પર કારીયા લેક, જીઈબી અને હંસપુરા ગામ એમ નવા ત્રણ સ્ટોપેજ આપવામાં આવશે, જયારે એરપોર્ટથી ઈસ્કોન ક્રોસ રોડ તેમજ એરપોર્ટથી મણિનગર રૂટના પ્રવાસીઓ માટે કેમ્પ હનુમાન-૧ નવું સ્ટોપ શરૂ થશે.

કાલુપુર રેલ્વે સ્ટેશન પ્રિ-માઈસીસમાં રૂા.પપ લાખના ખર્ચથી નવું બસ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યુ છે, જેના કારણે રેલ્વે સ્ટેશને આવતા અને જતા મુસાફરો સરળતાથી પૂર્વ કે પશ્ચિમ વિસ્તારમાં સફર કરી શકશે. કાલુપુર રેલ્વે સ્ટેશનથી સાત રૂટ દ્વારા દૈનિક ૧૧૪ બસો માત્ર ૬ થી ૧૦ મીનીટની ફ્રીકવન્સીમાં ઉપલબ્ધ રહેશે.

કાલુપુર રેલ્વે સ્ટેશનથી ઓઢવ રીંગ રોડ, ભાડજ સર્કલ, નારોલ, ઝુંડાલ સર્કલ, નરોડા ગામ, વાસણા, ઈસ્કોન ક્રોસ રોડ, એરપોર્ટ, આર.ટી.ઓ તેમજ મણિનગર તરફ જવા-આવવા માટે બસ સેવા મળી રહેશે. જનમાર્ગના નવા રૂટ સાણંદ ક્રોસ રોડ અને ત્રિ-મંદિરની બસો મીક્ષ ટ્રાફિકમાં દોડાવવામાં આવશે,

જનમાર્ગ દ્વારા હાલ ૩પ૦ બસો રોડ પર મુકવામાં આવે છે તેમજ ૧૧૦ કિ.મી.ના રૂટ પર બસો દોડી રહી છે. નવી સેવા શરૂ થયા બાદ જનમાર્ગની કુલ ૧રપ કિ.મી.ના રૂટ પર બસ સેવા ઉપલબ્ધ થશે, જનમાર્ગના નવા રૂટના લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.