Western Times News

Gujarati News

અમદાવાદમાં મોડી રાત્રે મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા

Parimal Char rasta car

મોડી રાત્રે પડેલાં વરસાદમાં ઘણાં વિસ્તારોમાં ગાડીઓ ફસાઈઃ ગાડીના માલિકો રસ્તા પર જ ગાડીઓ મૂકીને જતા રહ્યા

સાઉથ બોપલ શેલામાં બિલ્ડરોએ મોટી મોટી સ્કીમો મૂકી છે પરંતુ ભારે વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, સાઉથ બોપલની ચિતવન, બસંત બહાર સોસાયટીમાં પાણી ભરાયા હતા. 

પ્રહલાદનગર અંડરપાસ, અખબારનગર, પરિમલ અંડરપાસ બંધ કરી દેવાયા છે જે સોમવારે સવારે પણ ભરેલા હતા. જેને કારણે ટ્રાફિક વધી ગયો હતો. 

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં રવિવારે સાંજે 7 વાગ્યા બાદ આકાશ કાળા ડિભાંગ વાદળોથી છવાઈ ગયું હતું અને ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં નાગરિકોએ મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને ઈદની ઉજવણી માટે નિકળેલા લોકો પાણી ભરાવાને કારણે ફસાઈ ગયા હતા.

પરિમલ ચાર રસ્તા નજીક હાલમાં જ ખોદકામ કરીને રસ્તો પહોળો કરવાની કામગીરી કરાઈ હતી જે કામ ચાલુ હતું ત્યાં ઈનોવા ગાડી ફસાઈ હતી.

અમદાવાદના પશ્ચિમના વિસ્તારો જેવા કે આમલી બોપલ, થલતેજ, કર્ણાવતી કલબ રોડ, સાઉથ બોપલ, શેલામાં પાણી ભરાયા હતા. ત્યારબાદ રાત્રે વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થતાં આખી રાત વરસાદ વરસ્યો હતો. સવાર સુધી વરસાદ ચાલુ રહેતાં સીંધુભવન રોડ, આમલી બોપલ રોડ, શ્યામલ ચાર રસ્તા તેમજ ઘણાં વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારની ઘણી સોસાયટીમાં પાણી ભરાયા હતા જેને કાઢવા ટેન્કરો અને ફાઈટરોની મદદ લેવી પડી હતી. શ્યામલ ચાર રસ્તા નજીક આવેલી અશ્વમેઘ સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા.

પરંતુ વરસાદ અવિરતપણે વરસવાનું ચાલુ રહેતાં જ શહેરનાં હાટકેશ્વર, મણિનગર, ચાંદલોડિયા, મેઘાણીનગર, સરસપુર, બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

અને અનેક વિસ્તારોમાં જનજીવન પણ ઠપ્પ થઈ ગયું હતું. પાણી ભરાઈ જવાનાં કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયાં હતાં. કેટલીક સોસાયટીઓમાં પાણી ઘુસી જતાં નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઉપરાંત અનેક સ્થળો ઉપર રસ્તાઓ પર ખાડાઓ પડી જતાં વાહનો ફસાયાં હતા. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદમાં ચોમાસું બેઠું ત્યારથી અત્યારસુધી જાેઈએ તેવો વરસાદ નહોતો પડ્યો. આજ સવારથી જ શહેરમાં જાેરદાર બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. જાેકે, બપોરે બાર વાગતા જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. શહેરમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવાની સાથે વીજળીના કડાકાભડાકા સાથે જાેતજાેતામાં જ ધોધમાર વરસાદ શરુ થયો હતો,

બસંત બહાર સોસાયટી, સાઉથ બોપલ

અને બે કલાકમાં જ બે ઈંચથી પણ વધુ પાણી પડી જતાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આજે વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી દિવસોમાં પણ શહેરમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.

તુલીપ સ્કુલ, સ્ટર્લિગ સીટી, બોપલ 

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.