Western Times News

Gujarati News

USમાં જ્યાં કેન્સરની સારવાર થઈ હતી તે હોસ્પિટલની સોનાલીએ લીધી મુલાકાત

મુંબઈ, ૨૦૧૮માં કેન્સર સામેની લડાઈમાં જીત મેળવ્યાના વર્ષો બાદ, સોનાલી બેન્દ્રેએતે હોસ્પિટલની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું જ્યાં તેની સારવાર થઈ હતી. એક્ટ્રેસે વેઈટિંગ રૂમમાં અલગ-અલગ સમયે લીધેલી તસવીર શેર કરી છે, જેમાંથી એક તેણે મુલાકાત લીધી તે સમયની, એક તેની કેન્સર સામેની લડાઈ દરમિયાનની અને એક સફળતાપૂર્વક જંગ જીત્યા બાદની છે. તેણે આ સાથે લખ્યું છે ‘આ ખુરશી, આ વ્યૂ અને એક્ઝેટ આ જગ્યા…ચાર વર્ષ બાદ. ભયંકર ડરથી લઈને સતત આશા સુધી, ઘણું બધું બદલાઈ ગયું છે છતાં ઘણું બધું એ જ છે.

ત્યાં બેસીને દર્દીઓને અંદર જતા જાેવા અવાસ્તવિક હતું અને હું જાેઈ શકતી હતી કે હું પણ આ જ જર્નીમાંથી પસાર થઈ હતી. કિમોથેરાપી સ્વીટ જાેયો, તે જ વેઈટિંગ રૂમ, ચહેરા અલગ-અલગ હતા.

આગળ તેણે લખ્યુ છે ‘મને દર્દીઓને તે કહેવાનું મન થયું કે, ત્યાં આશા છે અને બીજી તરફ હું છું અને આજે મને જુઓ હું અહીં સ્પેક્ટ્રમની બીજી બાજુની મુલાકાત માટે આવી છું. તમે ધારી શકો છો, તેમ તે થોડો કડવો અને ઈમોશનલ ડે હતો. હું બહાર નીકળી, મારા ચહેરા પર આવેલા સૂર્યપ્રકાશની સાથે મેં મારા દીકરા સામે જાેયું અને દરેક બાબત માટે બ્રહ્માંડનો આભાર માન્યો.

૨૦૧૮માં સોનાલી બેન્દ્રએ ટ્‌વીટ દ્વારા તેને કેન્સર હોવાની જાણ કરી હતી. ‘કેટલીકવાર, જ્યારે તમે ઓછામાં ઓછી અપેક્ષા રાખો છો, જ્યારે જીવન તમને વળાંક તરફ ધકેલી દે છે.

હાલમાં મને હાઈ-ગ્રેડનું કેન્સર હોવાનું નિદાન થયું છે. અસહ્ય દુખાવો મને કેટલાક ટેસ્ટિંગ તરફ દોરી ગયો, જેના કારણે આ અણધારી બીમારીનું નિદાન થયું. મારા પરિવારજનો અને અંગત મિત્રો મારી સાથે છે, કોઈ પણ માગી શકે એટલી સારી સપોર્ટ સિસ્ટમ આપી રહ્યા છે.

હું ધન્યતા અનુભવું છું અને તે તમામની આભારી છું’. એક્ટ્રેસને ૨૦૧૮માં કેન્સર હોવાનું નિદાન થયા બાદ તેણે અમેરિકાની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. થોડા સમય પહેલા એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં સોનાલી બેન્દ્રેએ તેના કેન્સરની સારવાર દરમિયાનના દિવસો યાદ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, સર્જરીના કારણે તેના શરીર પર ૨૩-૨૪ ઈંચના ઘા પડી ગયા હતા.

ડોક્ટરે તેને જલ્દીથી જલ્દી ચાલવાનું શરૂ કરવાની સલાહ આપી હતી. કારણ કે, તેને ઈન્ફેક્શન લાગી જશે અને એન્ટિબાયોટિક્સની અસર નહીં થાય તેવો તેમને ભય હતો. ચાલવામાં ઘા અડચણરૂપ હોવા છતાં તે હિંમત હારી નહોતી. ૈંફ સાથે તે હોસ્પિટલના કોરિડોરમાં ચાલતી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.