Western Times News

Gujarati News

લાંબા સમય પછી ભેગા થયા “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” ના કલાકારો

મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ભારતીય ટેલિવિઝન પર ચાલનારા સૌથી લાંબા અને લોકપ્રિય શો પૈકીનો એક છે. શો શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં કાસ્ટમાં ખાસ્સો ફેર પડી ગયો છે. વર્ષોપરાંત સ્ટોરીલાઈનમાં આવેલા પરિવર્તનના કારણે નવા પાત્ર ઉમેરાતાં ગયા અને જૂનાએ શોને અલવિદા કહી દીધું.

આ સીરિયલ શરૂ થઈ એ વખતે જે કાસ્ટ હતી તેનું હાલમાં જ એક રિયૂનિયન યોજાયું હતું. કલાકારોએ સાથે મળીને એક યાદગાર સાંજ વિતાવી હતી. સીરિયલમાં નૈતિક સિંઘાનિયાનો રોલ કરનારો એક્ટર કરણ મહેરા પણ રિયૂનિયનમાં સામેલ થયો હતો.

જૂના સાથીઓને મળવાની ખુશી કરણના ચહેરા પર જાેવા મળી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા કરણે સાથી કલાકારો સાથેની તસવીરો શેર કરી હતી. જે જાેતાં લાગી રહ્યું છે કે, યાદો વાગોળવાની સાથે આ કલાકારોએ ખૂબ મજાક-મસ્તી કરી હશે.

કરણે તસવીરો શેર કરતાં લખ્યું, “‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના દિવસોમાં અમે જે સંભારણા બનાવ્યા હતા તેને ફરી એકસાથે ભેગા થઈને વાગોળવાની ખૂબ મજા આવી. લવ યુ ઓલ.

તસવીરોમાં જાેઈ શકો છો કે, કરણ ભાભીમા એટલે કે એક્ટ્રેસ મેધા જાંબોટકર, નંદિનીના રોલમાં દેખાયેલી એક્ટ્રેસ નિધિ ઉત્તમ, રશ્મિ ઉર્ફે એક્ટ્રેસ નેહા સરૂપા, મોહિત એટલે કે એક્ટર આયુષ અગ્રવાલ સહિતની ટીમ સાથે જાેવા મળી રહ્યો છે. એક ફોટોમાં આ સૌ ગાયત્રી સિંઘાનિયાના રોલમાં જાેવા મળેલા અભિનેત્રી સોનાલી વર્મા સાથે વિડીયો કૉલ પર વાત કરતાં દેખાય છે.

સોનાલી વર્મા કોઈ કારણોસર રિયૂનિયનમાં નહોતા આવી શક્યા પરંતુ વિડીયો કૉલથી જાેડાયા હતા. આ ફોટો જાેઈને ફેન્સને પણ જૂના દિવસો યાદ આવી ગયા હતા. એક ફેને લખ્યું, અમે આ બોન્ડ અને સીરિયલને મિસ કરીએ છીએ…અક્ષરા-નૈતિકના બોન્ડને, ભાઈ-બહેનના બોન્ડને અને તને એટલે કે નૈતિકને મિસ કરીએ છીએ. અન્ય એક યૂઝરે આ સૌના લૂકના વખાણ કર્યા હતા.

વળી એક, ફેને લખ્યું, સુંદર તસવીરો. સુંદર લોકો એક ફ્રેમમાં. તમે બધા સાથે ખૂબ જ સુંદર લાગો છો. કિંમતી પળ, પ્રેમ અને આશીર્વાદ સૌને મળતા રહે. આ શો છોડ્યા પછી કલાકારોએ સાથે વધુ સમય નહોતા વિતાવી શકતાં તેમ છતાં તેમણે એકબીજા સાથે મિત્રતા અને સંબંધ જાળવી રાખ્યો છે. થોડા દિવસ પહેલા શોમાં અક્ષરાનો રોલ કરનારી અભિનેત્રી હિના ખાને પણ શોની ગર્લગેંગ સાથે રિયૂનિયન કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.