Western Times News

Gujarati News

વેકેશન મનાવવા પોતાના ગામ પહોંચ્યા પંકજ ત્રિપાઠી

મુંબઈ, બોલિવુડના મોટાભાગના સેલિબ્રિટી વેકેશન પર છે, કેટલાક સેલિબ્રિટી લંડન તો કેટલાક અમેરિકામાં પરિવાર સાથે રજાઓ ગાળી રહ્યા છે. પરંતુ, ઈન્ડસ્ટ્રીના એક એક્ટર એવા છે જેઓ વિદેશ નહીં પરંતુ પોતાના ગામડામાં વેકેશન મનાવ્યું હતું અને તે છે પંકજ ત્રિપાઠી.

બિઝી શિડ્યૂલમાંથી સમય કાઢીને તેઓ બિહારના ગોપાલગંજ સ્થિત પૈતૃક ગામ પહોંચ્યા હતા. મુંબઈના ભાગદોડ ભરેલા જીવનથી દૂર તેમણે બેલસંડ ગામમાં શાંતિનો અનુભવ કર્યો હતો. અહીં તેમણે ન માત્ર પરિવાર સાથે પરંતુ ગ્રામજનો સાથે પણ સમય વિતાવ્યો હતો.

આટલું જ નહીં પોતાના હાથથી લિટ્ટી-ચોખા બનાવીને સૌને ખવડાવ્યા પણ હતા. તેઓ ત્રણ દિવસની રજા લઈને બેલસંડ ગામ ગયા હતા, જ્યાંથી પાછા આવી ગયા છે. એક્ટરના માતા-પિતા ગામમાં રહે છે. તેમના વેકેશનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ત્રણ દિવસ દરમિયાન પંકજ ત્રિપાઠીએ ગ્રામજનો સાથે ખૂબ મસ્તી કરી હતી. તેમણે પરિવાર અને અન્ય કેટલાક લોકો સાથે લિટ્ટી-ચોખાનો સ્વાદ લીધો હતો. તેઓ બોરવેલમાં નહાયા પણ હતા. ગામની મુલાકાત લઈને તેઓ ખુશ થયા હતા. તેઓ છ મહિના બાદ ગામડે ગયા હતા અને ત્યાં તેમને શાંતિ મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. પંકજ ત્રિપાઠીના પિતા ખેડૂત હોવાની સાથે-સાથે પૂજારી પણ છે.

તેઓ ચાર ભાઈ-બહેનમાંથી સૌથી નાના છે. પંકજ ત્રિપાઠીના એક ભાઈ ગામડામાં રહે છે. એક્ટરે પોતે પણ ખેતીકામ કર્યું છે. ૧૧મા ધોરણ સુધી તેઓ ખેતીકામ કરતા હતા. આટલું જ નહીં ગામમાં થનારા નાટકમાં તેઓ છોકરીનું પાત્ર પણ ભજવતા હતા.

ત્યાંથી તેમણે એક્ટિંગ કરવાનું નક્કી કર્યું હતું અને પરિવારના સપોર્ટથી એક્ટિંગમાં કરિયર બનાવવા મુંબઈ આવ્યા હતા. પંકજ ત્રિપાઠીની ગણતરી આજે બોલિવુડના સૌથી વધારે ડિમાન્ડમાં રહેતા એક્ટર્સમાં થાય છે. તેમણે ઘણી શાનદાર ફિલ્મો આપી છે. જેમાં ન્યૂટન, બંટી ઔર બબલી, ગેંગ્સ ઓફ વાસેપુર, ફુકરે, અનવર કા અજબ કિસ્સા, મસાન, કાગઝ, બંટી ઔર બબલી ૨ અને ૮૩નો સમાવેશ થાય છે.

તેઓ ‘મિર્ઝાપુર’ નામની વેબ સીરિઝની બંને સીઝનનો પણ ભાગ રહી ચૂક્યા છે, જેમાં તેમણે ભજવેલા ‘કાલીન ભૈયા’ના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ સિવાય તેઓ ‘સેક્રેડ ગેમ્સ’માં ‘ગુરુજી’ના પાત્રમાં દેખાયા હતા. તેઓ ખૂબ જલ્દી ફિલ્મ ‘ર્ંસ્ય્ ૨’માં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.