Western Times News

Gujarati News

નવસારીના વાંસદા તાલુકામાં અને વલસાડના કપરાડામાં સૌથી વધુ ૧૫ ઇંચ વરસાદ 

રાજ્યના ૮ તાલુકાઓમાં ૯ ઇંચ અને ૯ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ

રાજ્યના ૪૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ :રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૫૦ ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૫૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અને વલસાડના કપરાડામાં સૌથી વધુ ૧૫ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય ૪૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૪ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન વાંસદા તાલુકામાં ૩૯૪ મિ.મી.,

કપરાડામાં ૩૭૭ મિ.મી. મળી એમ બે તાલુકાઓમાં ૧૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં ૩૪૦ મિ.મી, પારડીમાં ૨૮૬ મિ.મી, સુબીરમાં ૨૭૦ મિ.મી, વાપીમાં ૨૬૦ મિ.મી, વઘઈમાં ૨૪૭ મિ.મી, ખેરગામમાં ૨૨૯ મિ.મી, ડોલવણમાં ૨૨૬ મિ.મી, ઉમરગામમાં ૨૧૪ મિ.મી મળી કુલ આઠ તાલુકાઓમાં નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જ્યારે નાંદોદ તાલુકામાં ૧૯૯ મિ.મી, ડાંગ (આહવા)માં ૧૯૩ મિ.મી, ડભોઇ ૧૮૩ મિ.મી, કરજણમાં ૧૪૪ મિ.મી, વલસાડમાં ૧૨૩ મિ.મી, સુત્રાપાડા અને કોડીનારમાં ૧૧૮ મિ.મી, ગીર ગઢડા અને વાલોડમાં ૧૧૩ મિ.મી આમ, કુલ નવ તાલુકાઓમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ડેડીયાપાડા તાલુકામાં ૧૧૧ મિ.મી, ચીખલી અને વંથલીમાં ૯૮ મિ.મી, ગોધરામાં ૯૫ મિ.મી, વિસાવદરમાં ૯૧ મિ.મી, કેશોદમાં ૯૦ મિ.મી, તારાપુરમાં ૮૯ મિ.મી, માંગરોળમાં ૮૮ મિ.મી, કડાણામાં ૮૭ મિ.મી, મહુવા ૮૫ મિ.મી, નવસારીમાં ૮૪ મિ.મી, ખંભાતમાં ૮૩ મિ.મી, ગણદેવીમાં ૮૨ મિ.મી, નેત્રંગ અને જાંબુઘોડામાં ૮૦ મિ.મી,

ઉનામાં ૭૪ મિ.મી, છોટા ઉદેપુરમાં ૭૧ મિ.મી, જલાલપોરમાં ૭૦ મિ.મી, પોરબંદરમાં ૬૭ મિ.મી, સાંતલપુરમાં ૬૫ મિ.મી, અમરેલીમાં ૬૪ મિ.મી, કલ્યાણપુર અને માળિયામાં ૬૧ મિ.મી, વેરાવળમાં ૬૦ મિ.મી, સાગબારામાં ૫૯ મિ.મી, વાડીયામાં ૫૮ મિ.મી, જેતપુર પાવીમાં ૫૭ મિ.મી,

જામકંડોરણામાં અને પલસાણામાં ૫૬ મિ.મી, વ્યારામાં ૫૪ મિ.મી, ધારી અને વિજાપુરમાં ૫૩ મિ.મી, જંબુસરમાં ૫૧ મિ.મી. અને પાટણમાં ૫૦ મિ.મી, મળી કુલ ૩૪ તાલુકાઓમાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય કુલ ૪૦ તાલુકાઓમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૯૭.૭૬ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૪.૩૬ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૧.૧૮ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૧.૧૦ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૭.૪૮ ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.