Western Times News

Gujarati News

શીખ નેતા રિપુદમન સિંહની કેનેડામાં હત્યા કરવામાં આવી

ટોરેન્ટો, કેનેડાના વાનકુવરમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે તેઓ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે બની હતી. તેમને કેમ ગોળી મારવામાં આવી તે વિશે અત્યાર સુધી માહિતી સામે આવી નથી. બાઇક પર આવેલા યુવકોએ તેમના પર હુમલો કર્યો હતો. હત્યાની સાબિતી મિટાવવા માટે તેમની કારને સળગાવી દીધી હતી.

રિપુદમનના પરિવારજનોના મતે તેઓ ઓફિસથી કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે પોલીસનું કહેવું છે કે ગોળીઓ ઘણી નજીકથી મારવામાં આવી છે. રિપુદમનનું સ્થળ પર જ મોત થયું હતું. ૧૯૮૫ના એર ઇન્ડિયા ફ્લાઇટના બોમ્બ બ્લાસ્ટમાં રિપુદમનનું નામ સામે આવ્યું હતું.

જાેકે આ પછી ૨૦૦૫માં તેમને આ કેસમાંથી છોડી મુકવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાની ફ્લાઇટ ૨૨ જૂન ૧૯૮૫ના રોજ કેનેડાથી દિલ્હી રવાના થઇ હતી. આયરિશ એર સ્પેસમાં વિસ્ફોટ થયો હતો અને ફ્લાઇટમાં સવાર ૨૨ ક્રુ મેમ્બર સહિત ૩૩૧ યાત્રીઓના મોત થયા હતા.

જેમાં મોટાભાગના ભારતીય મૂળના કેનેડિયન નાગરિક હતા. બ્લાસ્ટના સમયે પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટથી લગભગ ૪૫ મિનિટ દૂર હતું. કેનેડામાં રહેતા શીખ નેતા રિપુદમન સિંહ મલિકને આ મામલે આરોપી માનવામાં આવ્યા હતા. ઘટનાના ૨૦ વર્ષ પછી તે નિર્દોષ સાબિત થયા હતા અને ૨૦૦૫માં છોડી મુકાયા હતા.

આ વર્ષે જાન્યુઆરીમાં રિપુદમન સિંહે પીએમ મોદીના વખાણ કર્યા હતા. આ સાથે તેમણે શીખ સમુદાય માટે ઉઠાવવામાં આવેલા પગલા માટે મોદી સરકારનો આભાર માન્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.