Western Times News

Gujarati News

૨૨ જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની વકી

અમદાવાદ, ગુજરાતમાં આ વર્ષે જુલાઈમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાાં વરસાદે તારાજી સર્જી છે. ત્યારે વરસાદનો બીજાે રાઉન્ડ આવશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ, અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ઓમાન તરફ ફંટાયું છે. ભલે આ લો પ્રેશર ઓમન તરફ ફંટાયુ હોય પણ દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, પાંચ દિવસ સુધી છૂટોછવાયો વરસાદ રહેશે. ૨૨ જુલાઈથી ગુજરાતમાં વરસાદનો બીજાે રાઉન્ડ શરુ થશે. જે બાદ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. મહત્વનું છે કે, ગુજરાતમાં આ વખતે વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે.

પહેલાં રાઉન્ડમાં સરેરાશ ૫૬.૧૩ ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે આગામી ૨૨ જુલાથી વરસાદનો બીજાે રાઉન્ડ શરુ થવાની હવામાન વિભાગની આગાહી છે. બીજી તરફ, જ્યોતિષોએ પણ આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ૨૨ જુલાઈથી વરસાદનો બીજાે રાઉન્ડ શરુ થશે. ત્યારે ૨૪થી ૨૬ જુલાઈ દરમિયાન દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.

સાથે જ ૩૦ જુલાઈ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

જાે કે, હજુ વરસાદની સિઝન પૂરી થઈ નથી, પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હજુ પણ ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ જાેઈએ એટલાં પ્રમાણમાં વરસ્યો નથી. ત્યારે વરસાદના બીજા રાઉન્ડમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ બાદ કૃષિને પણ ફાયદો થશે. બીજી તરફ, ધંધુકા, ધોળકા, સુરેન્દ્રનગર, પાટડી, દસાડા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની વકી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.