Western Times News

Gujarati News

દ્રૌપદી મુર્મૂ ભારતના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે ૨૫ જુલાઈએ શપથ લેશે

Draupadi Murmu shapath 25th July

દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી-રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂએ યશવંત સિન્હાને હરાવ્યા છે

નવી દિલ્હી,  દેશના ૧૫મા રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ઈતિહાસ રચી દીધો છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. દ્રૌપદી મુર્મૂએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવ્યા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને ત્રણ રાઉન્ડની ગણતરી બાદ કુલ ૫ લાખ ૭૭ હજાર ૭૭ મત મળ્યા છે. એટલે કે દ્રૌપદી મુર્મૂને ૫૦ ટકાથી વધુ મત મળી ગયા છે. જ્યારે વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને અત્યાર સુધી ૨ લાખ ૬૧ હજાર ૬૨ મત મળ્યા છે.

દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી લીધી છે. ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી ૫૦ ટકા મત મેળવી લીધા છે. ત્રીજા રાઉન્ડની ગણતરીની વાત કરીએ તો તેમાં કુલ મત ૧૩૩૩ હતા. જેની વેલ્યૂ ૧,૬૫,૬૬૪ હતી. તેમાં મુર્મૂને ૮૧૨ મત મળ્યા. તો યશવંત સિન્હાને ૫૨૧ મત મળ્યા છે. કુલ ત્રણેય રાઉન્ડની વાત કરીએ તો કુલ મત ૩૨૧૯ હતા. તેની વેલ્યૂ ૮,૩૮,૮૩૯ હતી. તેમાં દ્રૌપદી મુર્મૂને ૨૧૬૧ મત (વેલ્યૂ ૫,૭૭,૭૭૭) મળ્યા છે. તો યશવંત સિન્હાને ૧૦૫૮ મત (વેલ્યૂ ૨,૬૧,૦૬૨) મળ્યા છે.

સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર થઈ છે. દ્રૌપદી મુર્મૂની શાનદાર જીત બાદ યશવંત સિન્હાએ ટ્‌વીટ કરીને તેમને અભિનંદન આપ્યા છે. મત ગણનાના પ્રથમ રાઉન્ડમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને ૫૪૦ સાંસદોના મત મળ્યા હતા,

જેનું મૂલ્ય ૩,૭૮,૦૦૦ છે. તો વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને ૨૦૮ સાંસદોના મત મળ્યા જેનું મૂલ્ય ૧,૪૫,૬૦૦ છે. સાંસદોના કુલ મત ૭૪૮ મત પડ્યા, જેનું મૂલ્ય ૫,૨૩,૬૦૦ છે. રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ જણાવ્યુ કે બીજા રાઉન્ડ બાદ પ્રથમ ૧૦ રાજ્યોના મતપત્રોની ગણતરી કરવામાં આવી,

તેમાંથી કુલ કાયદેસર મત ૧૧૩૮ છે, તેની કુલ વેલ્યૂ ૧,૪૯,૫૭૫ છે. તેમાંથી દ્રૌપદી મુર્મૂને ૮૦૯ મત મળ્યા, જેની વેલ્યૂ ૧,૦૫,૨૯૯ છે અને યશવંત સિન્હાને ૩૨૯ મત મળ્યા, જેની વેલ્યૂ ૪૪૨૭૬ છે. ત્રીજા રાઉન્ડની મત ગણતરીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં દ્રૌપદી મુર્મૂને ૮૧૨ મત મળ્યા છે. જ્યારે યશવંત સિન્હાને ૫૨૧ મત મળ્યા છે. ત્રીજા રાઉન્ડમાં કુલ ૧૩૩૩ મત હતા, જેની વેલ્યૂ ૧,૬૫,૬૬૪ હતી. એટલે કે દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.