Western Times News

Gujarati News

મોટા એક્ટર છતાં શમશેરા જોવા દર્શકો થિયેટર્સમાં જઈ રહ્યા નથી

મુંબઈ, બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ ‘શમશેરા’ રિલીઝ થઈ ગઈ છે. પરંતુ, રિલીઝના ૨ દિવસમાં ‘શમશેરા’ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી. રિલીઝના ૨ દિવસમાં ‘શમશેરા’એ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે.

મોટા એક્ટર હોવા છતાં ‘શમશેરા’ જાેવા માટે દર્શકો થિયેટર્સમાં જઈ રહ્યા નથી. એકદમ ઠંડું ઓપનિંગ મળ્યા પછી ‘શમશેરા’ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી.

બોક્સ ઓફિસ ઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ મુજબ, ‘શમશેરા’એ રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે માત્ર ૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો અને આ પહેલા ઓપનિંગ ડે એટલે કે રિલીઝના દિવસે ‘શમશેરા’એ ૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘શમશેરા’એ ૨ દિવસમાં કુલ ૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ‘શમશેરા’ને કુલ ૪ હજાર કરતા વધારે સ્ક્રીન પર રિલીઝ કરાઈ છે.

શમશેરામાં બ્રિટિશ સામ્રાજ્ય, આઝાદી માટેની લડત અને એક લૂંટારાની વાર્તા જાેવા મળી રહી છે. ‘શમશેરા’માં આશુતોષ રાણા, સૌરભ શુક્લા, રોનિત રોય પણ મહત્વના રોલમાં છે. ‘શમશેરા’નું મોટાભાગનું શૂટિંગ ફિલ્મ સિટીમાં થયું છે કે જ્યાં ૨ મહિનાની મહેનત બાદ મોટા કિલ્લાનો સેટ ઊભો કરાયો હતો.

આ કિલ્લો બનાવવા પાછળ આશરે ૩૦૦ લોકોની મહેનત છે અને સપ્ટેમ્બર ૨૦૨૦માં ‘શમશેરા’નું શૂટિંગ પૂરું થયું હતું. અગાઉ ‘શમશેરા’ને તારીખ ૨૫ જૂન, ૨૦૨૧ના દિવસે રિલીઝ કરવાનો પ્લાન હતો પરંતુ, કોરોનાની મહામારીના કારણે તેની રિલીઝ ખસેડાઈ હતી.

આ વર્ષે યશરાજ ફિલ્મ્સની બે ફિલ્મો જયેશભાઈ જાેરદાર અને સમ્રાટ પૃથ્વીરાજ થિયેટરમાં રિલીઝ થઈ પણ આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી. વર્ષ ૨૦૨૧માં યશરાજ ફિલ્મ્સની બંટી ઓર બબલી ૨ આવી હતી પરંતુ, તે પણ કોઈ ખાસ કમાલ દેખાડી શકી નહોતી.

ત્યારે હવે જાેઈએ કે ‘શમશેરા’ બોક્સ ઓફિસ પર શું કમાલ કરે છે? યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મો ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી, મહારાજા, પઠાણ અને ટાઈગર સિરીઝની આગામી ફિલ્મ છે.

રણબીરના પર્સનલ ટ્રેનર કૃણાલ ગીરે જણાવ્યું કે, આવી બોડી બનાવવા માટે રણબીરે એક દિવસમાં પાંચ વખત ભોજન લીધું છે. તે હાઇ પ્રોટીન અને લૉ કાર્બ્સ ડાયટ લેતો હતો. આ સિવાય અઠવાડિયામાં પાંચ દિવસ હાર્ડ ટ્રેનિંગ લેતો હતો. અઠવાડિયામાં માત્ર એક દિવસ જ ચીટ ડાયટ હતું, ૫ દિવસ એક કલાક વર્ક આઉટ અને ત્યારબાદ ૫ મિનિટ હાઇ ઇન્ટેન્સિટી કાર્ડિયો સેશન હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.