Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિ માટે અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવા બદલ પાલનપુરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની, પાલનપુર) ગુજરાત પ્રદેશ ભરતીય જનતા પાર્ટી ના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી અને બનાસકાંઠા જીલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ કોંગ્રેસના લોકસભા પક્ષના નેતા દ્વારા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી માટે ઈરાદા પૂર્વક અશોભનીય શબ્દ પ્રયોગ કરવા બદલ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જિલ્લા મહામંત્રી ડાહ્યાભાઈ પિલિયાતર અને દિલીપભાઈ વાઘેલાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના લોકસભાના પક્ષના નેતા શ્રી અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં આજરોજ સાંજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર કલેકટર કચેરી પાસે અધિર રંજન ચૌધરી વિરુધ્ધ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં જિલ્લા સંગઠનના અને પાલનપુર શહેર અને તાલુકાના આગેવાનો, હોદેદારો, નગરપાલિકા પ્રમુખ સહીત કમિટીઓના ચેરમેન અને સભ્યો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.