Western Times News

Gujarati News

કંગનાને થયો ડેન્ગ્યુ, ભારે તાવ છતાં ઈમરજન્સીનું શૂટિંગ ચાલું રાખ્યું

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોટે હાલમાં જ તેની અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’નો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો, જે ફેન્સને ખૂબ જ પસંદ પડ્યો હતો.

ત્યારે હવે કંગનાને ડેન્ગ્યુ થયો હોવાનું જાણવા મળ્યું છે. તબિયત ખરાબ હોવા છતાં પણ કંગના ફિલ્મના સેટ પર કામ કરી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કંગનાની ટીમના જણાવ્યા મુજબ, કંગનાને ડેન્ગ્યુ થયો હોવા છતાં તે ફિલ્મ ‘ઈમરજન્સી’ના સેટ પર કામ કરી રહી છે.

એક્ટ્રેસ કંગનાની ટીમે જણાવ્યું કે, ‘જ્યારે તમને ડેન્ગ્યુ થાય, વ્હાઈટ બ્લડ સેલ કાઉન્ટ ઘટવાની ચેતવણી મળે અને ભારે તાવ હોવા છતાં પણ તમે કામ કરો તે માત્ર પેશન નહીં પરંતુ, મેડનેસ છે. અમારી ચીફ કંગના રનોટ અમારા માટે પ્રેરણા છે.

ત્યારે કંગનાએ આ પોસ્ટ શેર કરતા ટીમનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે શરીર માંદું પડ્યું છે જુસ્સો નહીં. બોલિવૂડ એક્ટ્રેસ કંગનાની ઘણા સમયથી રાહ જાેવાઈ રહેલી અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીનો ફર્સ્ટ લૂક અને ટીઝર આખરે સામે આવ્યું છે, જેમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના લૂકમાં જાેવા મળી.

તેની પહેલી ઝલક દમદાર છે. પોસ્ટર શેર કરીને એક્ટ્રેસે લખ્યું છે ‘રજૂ કરી રહી છું ઈમરજન્સીનો ફર્સ્ટ લૂક! દુનિયાના ઈતિહાસમાં સૌથી શક્તિશાળી અને વિવાદાસ્પદ મહિલાઓમાંથી એકનું ચિત્રણ’. ‘ઈમરજન્સી’ના ફર્સ્ટ લૂક પોસ્ટરની વાત કરીએ તો, કંગનાએ ઈન્દિરા ગાંધીના લૂકને પૂરી રીતે અપનાવી લીધો છે.

પોસ્ટરમાં એક્ટ્રેસના હાથમાં ચશ્મા અને આંખમાં નિરાશા છે. આ પોસ્ટરની સાથે એક્ટ્રેસે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હોવાનું પણ જણાવ્યું છે. કંગના આ ફિલ્મની રાઈટર અને ડિરેક્ટર પણ છે. આ ફિલ્મ તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ હેઠળ બની રહી છે.

આ ફિલ્મ તે વિષય પર આધારિત છે જ્યારે ભારતમાં ઈમરજન્સી લાગુ કરાઈ હતી. તે સમયે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. ૧૯૭૫માં ઈમરજન્સીની જાહેરાત કરાઈ હતી.

૨૧ મહિના સુધી દેશ પર ઈમરજન્સી લાગુ હતી. તેવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં ઈન્દિરા ગાંધીના એક સૌથી મોટા ર્નિણય ઓપરેશન બ્લૂ સ્ટારનો પણ ઉલ્લેખ હશે. કંગનાએ ‘ઈમરજન્સી’માં ઈન્દિરા ગાંધી જેવા દેખાવા માટે ઘણી મહેનત કરી છે.

તેણે મેકઅપ માટે ઓસ્કાર વિનિંગ મેકઅપ આર્ટિસ્ટ ડેવિડ મેલિનોવસ્તીને પસંદ કર્યા છે. ડેવિડને ૨૦૧૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડાર્કેસ્ટ અવર’ માટે બેસ્ટ મેકઅપ અને હેર સ્ટાઈલિંગ માટે ઓસ્કાર મળ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.