Western Times News

Gujarati News

માલામાલ વિનર્સને મળશે પ્રાઈઝ મની સાથે કાર

મુંબઈ, કૌન બનેગા કરોડપતિ ૧૪ની શરૂઆત થઈ ચૂકી છે. હોસ્ટ અમિતાભ બચ્ચને ૮ ઓગસ્ટના એપિસોડની શરુઆત કન્ટેસ્ટન્ટ સાથે કરી છે.

આમ તો પહેલેથી જ કહી દેવામાં આવ્યું છે કે, કેબીસી-૧૪માં ટોપ પ્રાઈઝના રુપિયાની રકમ વધારીને સાડા સાત કરોડ રુપિયા કરી દેવામાં આવી છે. સાથે જ ૭૫ લાખ રુપિયાનો નવો એક પડાવ પણ સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ આની સાથે કેટલાંક ફેરફાર પણ કરવામાં આવ્યા છે.

જેના વિશે અમિતાભ બચ્ચને તાજેતરના એપિસોડમાં જણાવ્યું હતું. કૌન બનેગા કરોડપતિ-૧૪માં આ વખતે એક નવો નિયમ જાેડાયો છે. જે મુજબ કન્ટેસ્ટન્ટને હવે માલામાલ બનવાની સાથે ગિફ્ટમાં નવી નક્કોર કાર મળશે.

Amitabh Bachchanએ કૌન બનેગા કરોડપતિ-૧૪માં બદલાયેલા ફોર્મેટ વિશે વાત કરતા કહ્યું કે, આ વખતે જે કન્ટેસ્ટન્ટ એક કરોડ રુપિયાની રકમ જીતશે, તેમને પ્રાઈઝ મની સાથે એક કાર પણ મળશે. અત્યાર સુધીની સિઝનમાં કરોડપતિ વિનર્સનો માત્ર ઈનામની રકમ જ મળતી હતી. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, સાડા સાત કરોડ રુપિયા જીતનારા કન્ટેસ્ટન્ટ એક નવી નક્કોર કાર મળશે.

જાે કે, એક કરોડ અને સાડા સાત કરોડ રુપિયાની રકમ જીતનારા કન્ટેસ્ટન્ટને જે કાર મળશે તે એકદમ અલગ વેરિઅન્ટ અને વર્ઝનની હશે. કૌન બનેગા કરોડપતિ-૧૪માં કેટલાંક નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. તો Ask The Expert નામની લાઈફલાઈન પણ હટાવવામાં આવી છે.

કેબીસી-૧૪માં હવે માત્ર ત્રણ જ લાઈફલાઈન બચી છે. મહત્વનું છે કે, જ્યારે આ શો લોન્ચ થયો ત્યારે પણ માત્ર ત્રણ જ લાઈફલાઈન હતી.  Ask The Expert નામની લાઈફલાઈન કેબીસીની ચોથી સિઝનમાં ઉમેરવામાં આવી હતી. જેને હવે ૧૪મી સિઝનમાં હટાવી દેવામાં આવી છે. કૌન બનેગા કરોડપતિ-૧૪માં અત્યારસુધી Phone A Friend નામની લાઈફલાઈન હતી.

હવે એનું નામ બદલીને Video Call A Friend કરી દેવામાં આવ્યું છે. આ લાઈફલાઈન માટે કન્ટેસ્ટન્ટને માત્ર ત્રણ જ મિત્રો વિશે જાણકારી આપવી પડશે. કોઈ સવાલનો જવાબ ન આવડે અને ફસાઈ ગયા હોવ તો આ ત્રણમાંથી માત્ર એક જ મિત્રને વિડીયો કોલ કરીને જવાબ મેળવવામાં મદદ લઈ શકાશે. કેબીસી-૧૪માં એક ફેરફાર એ પણ થયો છે કે જેના વિશે થોડા સમય પહેલાં કહેવામાં આવ્યું હતું.

ફેરફાર એ હતો કે, જાે કોઈ કન્ટેસ્ટન્ટ સાડા સાત કરોડ રુપિયાનો જવાબ ન આપી શકે અને હારી જાય તો તેને હવે ૭૫ લાખ રુપિયા મળશે. આ પહેલાં જ્યારે આવું કંઈ થતું હતુ તો કન્ટેસ્ટન્ટને માત્ર ૩.૨૦ લાખ રુપિયા જ મળતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.