Western Times News

Gujarati News

આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વેસ્ટ નિકાલ અને પ્રદુષિત પાણીનું જાહેરમાં નિકાલ કરાતા થયેલ ફરિયાદ

ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઈન્ડસ્ટ્રીએ દ્વારા તાલોદરા ગામની આસપાસ ફ્લાયએસ ટ્રક દ્વારા ખાલી કરાવવામાં આવતા અને કંપની માંથી ગેરકાયદેસર રીતે વરસાદી પાણી સાથે પ્રદુષિત પાણી જાહેરમાં છોડવામાં આવતા ખેતીને નુકસાન થયું હતું તે બાબતે તલોદરા પંચાયત અને ખેડૂત દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવતા તેમની સામે કાર્યવાહી આરંભી છે.

ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેમનો વેસ્ટ (ફલાયએશ) ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર નિકાલ કરવાની તેમજ પોતાના વિસ્તાર માંથી પ્રદુષિત પાણી નો ગેરકાયદેસર નિકાલ કરતા હોવા ના બે અલગ બનાવો ની અલગ અલગ ફરિયાદ થઈ છે જેની તપાસ જીપીસીબી અને પોલીસ દ્વારા હાથ ધરેલ છે.

છેલ્લા કેટલાક દીવસો થી તલોદરા (ઝગડિયા) ગામની હદ માં અવાર નવાર ટ્રકો દ્વારા કંપનીઓ નું વેસ્ટ જાહેર માર્ગો માં અને ખેતરો માં ઠાલવવા ના બનાવો બન્યા હતા અને એ બનાવવો ની ફરિયાદ ગામ લોકો અને તલોદરા ગ્રામ પંચાયત દ્વારા ઝધડિયા જીઆઈડીસી એસોસીએશનને કરવામાં આવી હતી અને તેમને તેમની એન્વાયરમેન્ટ ટીમ દ્વારા તપાસ કરાવવા ની ખાતરી આપી હતી.

જોકે વેસ્ટ ઠાલવવા નું ચાલુજ રહેતા તલોદરા ગામ લોકોએ જાતે જ તપાસ હાથ પર લીધી હતી અને શનિવાર ના રોજ આરતી ઈન્ડસ્ટ્રીઝ.ઝઘડિયા માંથી લાવેલ વેસ્ટ ને ટ્રક ખાલી કરતા ઝડપી પોલીસ અને જીપીસીબી ને ફરિયાદ કરેલ હતી.ટ્રક વહન ના ડોક્યુમેન્ટ મુજબ આ વેસ્ટ આરતી ઈન્ડસ્ટ્રીઝ નું જ છે અને આ રીતે નિકાલ ગેરકાયદેસર ના નિકાલ થી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ને ગંભીર નુકશાન થાય છે.

તલોદરા ગામના સરપંચ વિઠ્ઠલભાઈ વસાવાના જણાવ્યા મુજબ અમારા હદ વિસ્તાર માં થતી આવી ગેરકાયદેસર ની પ્રવત્તિઓ ની જાણ એસોસીએશન ની એન્વાયેમેન્ટ ટીમ ને અનેક વખત કરી હતી.પરંતુ કોઈ પરિણામ ના મળતા અમોએ જાતે આ ટ્રકો ને ખાલી કરતા ઝડપી પાડયા હતા અને અમોએ લેખિત માં પોલીસ અને જીપીસીબી ને ફરિયાદ કરેલ છે.

આવા જ એક અન્ય બનાવ જેમાં આરતી ઈન્ડસ્ટ્રીઝ ઝઘડિયા દ્વારા તેમનું ગંદુ પાણી કંપની બહાર ખેતરો માં નિકાલ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સ્થાનિક ખેડૂત દ્વારા કરવામાં આવી છે.હાલ ઝઘડિયા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ની એન્વાર્મેન્ટ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે. અને જીપીસીબી દ્વારા તપાસ કરવાની ખાતરી અપાઈ છે.

આરતી ઈન્ડસ્ટ્રીઝની પાસે આવેલ ખેતરના માલિક અને ફરિયાદ કરનાર ઈરફાનભાઈના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસો થી વરસાદી પાણી નો લાભ લઈ આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેમનું ગંદુ પાણી ગેરકાયદેસર રીતે કંપનીના પાછળની દીવાલ માંથી અમારા ખેતરોમાં નિકાલ કરવામાં આવે છે અને આવા કૃત્યો થી અમારા પાક ને અમારી જમીનોને અને અમારા ભૂગર્ભ જળ ને ગંભીર નુકસાન થતું આવ્યું છે.

આજે આ બાબત ની ફરિયાદ અમોએ જીપીસીબી ને અને સ્થાનિક એસોસીએશન ને કરી છે.અમારી માંગ છે કે આ બાબત ની યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અન્યથા અમારે જન- આન્દોલન કરવા ની ફરજ પડશે.

આ બાબતે જીપીસીબી ના અધિકારીના જણાવ્યા મુજબ ઉપરોક્ત બન્ને બાબતો ની ફરિયાદ અમોને મળેલ છે અને અમોએ અમારી કાર્યવાહી ચાલુ કરેલ છે.આરતી ઈન્ડસ્ટ્રીઝ ઝઘડિયા માં હાલ માં જ એક ૩૨ વર્ષીય કામદાર નું મૃત્યુ થયું હતું અને તેના મરણ ના કારણો ની તપાસ ફેક્ટરી ઈન્સ્પેકટર દ્વારા થઈ રહેલ છે.આમ એજ કંપની વધુ એક વિવાદ માં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.