Western Times News

Gujarati News

શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


ઉંઝા:
શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ જનરલ પ્રગતિ મંડળ દ્વારા તારીખ ૦૩.૧૧.૨૦૧૯ના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર, કાંસા ખાતે સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના ૪૦૯ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજના એમ.બી.બી.એસ. અને આઇ.આઇ.ટી.માં સરકારી કોલેજમાં પ્રવેશ મેળવનાર ૩૫ વિદ્યાર્થીઓને રૂ. ૫,૦૦૦ રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેશુભાઇ પટેલ (ગણેશપુરા-પુદગામ), ભોગીભાઇ પટેલ (સેવાલીયા), જયંતીભાઇ પટેલ (કાંસા), દશરથભાઇ પટેલ (શીહી)એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સમાજને સમૃધ્ધ અને સંસ્કારી બનાવવા શિક્ષણ ખુબ જ જરૂરી છે. સારૂં શિક્ષણ મેળવી સમાજને ઉપયોગી બનવા તેમજ વ્યસનોથી દુર રહેવા અનુરોધ કર્યો હતો. નવું વર્ષ શુભદાયી નિવડે અને ઉચ્ચ શિક્ષણ મેળવી સારા નાગરિક બનવાની શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી માધુભાઇ પટેલ (ગાગલાસણ)એ પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી કામગીરી અને સહાય યોજનાઓની માહિતી આપી હતી. જનરલ પ્રગતિ મંડળના મંત્રીશ્રી મફતલાલ બી.પટેલ (ગણેશપુરા-પુદગામ)એ મંડળની કામગીરીનો ચિતાર આપ્યો હતો. પ્રમુખશ્રી પ્રભુભાઇ એન.પટેલ (રાલીસણા)એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના તમામ દાતાઓનું શાલની સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા મંડળના ઉપપ્રમુખશ્રી સુરેશભાઇ એસ.પટેલ(ઉનાવા), જયંતીભાઇ પટેલ (ઉદલપુર), સહમંત્રીશ્રી અમૃતભાઇ પી.પટેલ (ગાગલાસણ), જેઠાભાઇ એસ.પટેલ (દાસજ), ખજાનચીશ્રી હરીભાઇ એ.પટેલ (શીહી), આંતરીક ઓડીટરશ્રી અમૃતભાઇ કે.પટેલ (વડુ) તેમજ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.