Western Times News

Gujarati News

૧૦૮ ના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી

પ્રતિકાત્મક

તહેવારની સિઝનમા રોગચાળો અને મેડિકલ ઇમરજન્સી કેસ વધે તેવી વકી

અમદાવાદ,  રક્ષાબંધનના તહેવારમાં નાગરિકો પોતાના સ્વજનોને મળવા અને શુભેચ્છા માટે જતા હોય છે જેના કારણે રક્ષાબંધનના દિવસે મેડિકલ ઈમરજન્સીમાં વધારો જાેવા મળતો હોય છે. જેને લઇને ઈમરજન્સી કેસોને પહોંચી વળવા માટે ૧૦૮ ના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. આથી લોકસેવાને અગ્રતા આપી ૧૦૮ના કર્મચારીઓ ફરજ પર જ રક્ષાબંધનની ઉજવણી કરશે.

રક્ષાબંધનના તહેવારમાં રોડ પર લોકોની અવરજવર વધવાના કારણે માર્ગ અકસ્માત અને અન્ય અકસ્માતની સંખ્યામાં વધારો થાય છે. આ ઉપરાંત આ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન લાંબી રજા હોવાના કારણે મેડિકલ ઇમરજન્સી કેસ વધવાનું ૧૦૮ નું અનુમાન છે.

૧૦૮ ના અનુમાન મુજબ સામાન્ય દિવસોની સરખામણીએ રક્ષાબંધનના દિવસે ઈમરજન્સી કેસમાં ૧૧.૭૬ ટકાનો વધારો થશે. જેમાં રોડ અકસ્માતોના કેસો ૧૨૭ ટકા જ્યારે ઋતુના કારણે તાવના કેસોમાં ૯ ટકાનો વધારો થવાનું ૧૦૮નું અનુમાન છે.

રક્ષાબંધન દરમ્યાન સામાન્ય દિવસોની સરખામણીએ વધતા ઇમરજન્સીના આંકડા પર નજર કરીએ તો ૨૦૧૯ સામાન્ય દિવસોની સરખામણીએ રક્ષાબંધન કેસોમાં ૭.૯૯ ટકાનો વધારો નોંધાયો હતો. જયારે ૨૦૨૦ મા સામાન્ય દિવસની સરખામણીએ રક્ષાબધનના દિવસે ઇમરજન્સીમા ૪.૬૫ ટાકાનો વધારો થયો હતો

જ્યારે ૨૦૨૧ મા રક્ષાબંધનના દિવસે ઇમરજન્સી કેસો ૧૪.૯૬ ટકા વધ્યા હતા. જેને પગલે આવતીકાલે૨૦૨૨ મા રક્ષાબંધનના દિવસે ઇમરજન્સી કેસોમાં ૧૧.૭૬ વધારો થવાનું ૧૦૮ દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું છે.

રક્ષાબધનના દિવસે લોકો તેમના પરિવારજનોને ત્યાં જતા હોય છે. જેને લઈને અકસ્માત,પડી જવાના કિસ્સા, મારામારીના બનાવો વધવાની શક્યતા વધી જાય છે. ૧૦૮ ના વિશ્લેષણ પ્રમાણે ૨૦૨૨ મા રક્ષાબંધનના દિવસે અરવલીમાં ૧૧૪ ટકા, છોટા ઉદેપુર ૫૪ ટકા, દાહોદ ૪૯ ટકા, તાપીમાં ૪૭ ટકા ઇમરજન્સી કેસ વધવાનું અનુમાન છે.

વધનારી ઇમરજન્સીને ધ્યાનમા રાખીને રાજ્ય ભરમાંથી ૮૦૦થી વધારે એમ્બ્યુલન્સ તથા ૪૦૦૦ કરતા વધુ કર્મચારીઓ, પાયલોટ તેમજ મેડિકલ ટેકનીકેશન ટિમ સજ્જ કરવામાં આવી છે. તહેવારની મજા સજાના બને તે માટે સાવચેતી રાખવી પણ જરૂરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.