Western Times News

Gujarati News

દુનિયાભરમાં ભારતનો ડંકો! વૈશ્વિક નેતાઓએ આપી શુભકામનાઓ

PM after addressing the Nation on the occasion of 76th Independence Day from the ramparts of Red Fort, in Delhi on August 15, 2022.

ભારતે પોતાની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી

અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એક અલગ નિવેદનમાં કહ્યું હતું કે, ભારતના લોકોને અભિનંદન

નવી દિલ્હી,અમેરિકના રાષ્ટ્ર પ્રમુખ જાે બાઈડન અને ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઈમેનુએલ મૈક્રોં સહિત વિશ્વના અન્ય ટોચના નેતાઓએ સોમવારે ભારતની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ પર ભારતીયોને શુભકામનાઓ પાઠવી છે. વૈશ્વિક નેતાઓએ વિશ્વની સૌથી મોટી લોકશાહી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવાનો સંકલ્પ કર્યો જેણે આશ્ચર્યજનક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાષ્ટ્ર પ્રમુખ બાઈડને ભારતની લોકશાહીની યાત્રાના ૭૫ વર્ષ પૂરા થવા પર મહાત્મા ગાંધીના ‘સત્ય અને અહિંસા’ના સ્થાયી સંદેશને યાદ કર્યો.

આ વર્ષે ભારત અને અમેરિકા રાજકીય સંબંધોની ૭૫મી વર્ષ ગાંઠ મનાવી રહ્યા છે. બાઈડને પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લગભગ ૪૦ લાખ ગૌરવાન્વિત ભારતીય-અમેરિકન સહિત સમગ્ર વિશ્વમાં લોકો ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ મનાવી રહ્યા છે, એવામાં અમેરિકા મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના સ્થાયી સંદેશથી નિર્દેશિત ભારતની લોકશાહીની યાત્રાનું સન્માન કરતા ભારતીય લોકો સાથે ઊભું છું.

તેમણે કહ્યું હતું કે, આ વર્ષે આપણે આપણી મહાન લોકશાહી વચ્ચેના રાજકીય સંબંધોની ૭૫મી વર્ષગાંઠ પણ મનાવી રહ્યા છીએ. ભારત અને અમેરિકા મજબૂત ભાગીદાર છે અને અમેરિકા-ભારતની ભાગીદારી વ્યવસ્થાના શાસન તથા માનવ સ્વતંત્રતા અને ગરિમા માટે આપણી પરસ્પરની પ્રતિબદ્ધતામાં રહેલી છે. તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે ભાગીદારી તેમના લોકો વચ્ચે ગાઢ સંબંધોથી અને વધારે મજબૂત થઈ છે. અમેરિકામાં જીવંત ભારતીય-અમેરિકન સમુદાયે આપણને વધારે મજબૂત રાષ્ટ્ર બનાવ્યા છે. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એક અલગ નિવેદનમાં કહ્યું હતું કે, ભારતના લોકોને અભિનંદન.

આ મહત્વપૂર્ણ દિવસે આપણે સંયુક્ત લોકશાહી મૂલ્યોને પ્રદર્શિત કરીએ છીએ, અને અમે ભારતના લોકોનું સન્માન કરીએ છીએ. જે મળીને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, આ વર્ષ આપણા બંને દેશો માટે ખાસ રીતે મહત્વનું છે કેમ કે આપણે રાજકીય સંબંધોના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આપણી ભાગીદારી ગ્લોબલ વોર્મિંગથી લઈને બિઝનેસ સુધી આપણા લોકોને લોકો વચ્ચે જીવંત સંબંધો સુધી વિસ્તારીત છે.

સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ, ભારત! ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ મૈક્રોંએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને શુભકામનાાઓ પાઠવી છે. તેમણે ટિ્‌વટ કર્યું હતું કે, પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી, ભારતના પ્રિય લોકો, તમને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. છેલ્લા ૭૫ વર્ષમાં ભારતની શાનદાર સિદ્ધિઓની ઉજવણી કરતાં તમે ફ્રાન્સ પર વિશ્વાસ કરી શકો છો કે તે હંમેશા તમારી સાથે ઊભું રહેશે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીજે કહ્યું હતું કે, સન્માન, દોસ્તી અને સહયોગની ભાવનાથી આપણે ભાગીદારીને ગાઢ બનાવવા દ્રઢ પ્રતિબદ્ધ છીએ. માલદીવના રાષ્ટ્ર પ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે એક ટિ્‌વટમાં કહ્યું હતું કે, ભારત પોતાની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.