Western Times News

Gujarati News

ખૂબ જલ્દી જાહેર કરીશ નામ : સિદ્ધુ મૂસેવાલાના પિતા

મૂસેવાલા સમજી શક્યો નહીં કે જે લોકો ભાઈ હોવાનો દાવો કરે છે તેઓ દુશ્મન બની જશે: બલકૌર સિંહ

સિદ્ધૂ મૂસેવાલાની હત્યા પાછળ મિત્રોનો હાથ હોવાનો પિતાનો દાવો

મુંબઈ,પોપ્યુલર પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા થઈ તેને ત્રણ મહિના જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ તેના પિતા બલકૌર સિંહ હજી પણ દીકરાના નિધનના દુઃખમાંથી બહાર આવ્યા નથી. જુવાનજાેધ દીકરાને કાયમ માટે ગુમાવવો અને પોતાની આંખ સામે તેના અંતિમ સંસ્કાર થતાં જાેવા કોઈ પણ પિતા માટે સરળ હોતું નથી. મૂસેવાલાના પિતા હવે તેને ન્યાય અપાવવા માટેની લડાઈ લડી રહ્યા છે અને હાલમાં જ પોતાના ગામ માનસામાં એક સભાને સંબોધતાં તેઓ ખૂબ જલ્દી દીકરાના દુશ્મનોના નામ પરથી પડદો ઉઠાવશે તેમ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, તેમનો દીકરો સમજી શક્યો નહીં કે જેઓ તેના મિત્રો હોવાનો દાવો કરતાં હતા તેઓ એક દિવસ તેના દુશ્મન બની જશે. આ સાથે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં તેઓ તે તમામના નામ જાહેર કરશે. શુભદીપ સિંહ સિદ્ધૂ, જે સિદ્ધૂ મૂસેવાલા તરીકે જાણીતો હતો, તેની ૨૯ મેના રોજ તેના ગામ માનસાથી થોડે દૂર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગામમાં એકઠા થયેલા લોકોને સંબોધિત કરતાં તેના પિતાએ કહ્યું હતું કે, તેમના દીકરાએ તેની સિંગિંગથી દુનિયાભરમાં પોતાનું નામ બનાવ્યુ હતું.

‘કેટલાક કાળા ઘેટાં તેના કરિયરની દુશ્મન બની ગયા. તે તેની કમનસીબી હતી કે, જે લોકોને તે કરિયરની શરૂઆતમાં મળ્યો તે યોગ્ય લોકો નહોતો. તે સમજી શક્યો નહોતો કે, જે લોકો તેના ભાઈ હોવાનો દાવો કરી રહ્યા હતા તેઓ આવતીકાલે તેના દુશ્મન બની જશે’, તેમ બલકૌર સિંહે ઉમેર્યું હતું. હું તેમના નામ લઈશ. સમય આવવા દો. થોડા જ દિવસની વાર છે. કોણે શું કર્યું તે તમામ બાબતની હું સ્પષ્ટતા કરીશ’, તેમ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કેનેડામાં બેઠેલા, ગોલ્ડી બ્રાર, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે તેણે મૂસેવાલાના મર્ડરની જવાબદારી લીધી હતી. આ સાથે તેણે ગયા વર્ષે તેની ગેંગના એક સભ્યની હત્યામાં મૂસેવાલાનું નામ આવ્યું હતું પરંતુ પહોંચ હોવાના કારણે તે બચી ગયો હોવાથી બદલો લેવા આમ કર્યું હોવાનો તેણે દાવો કર્યો હતો. સિદ્ધૂ મૂસેવાલાના અંતિમ સંસ્કાર થયા ત્યાં જ થોડા દિવસ પહેલા તેની પ્રતિમા સ્થાપવામાં આવી હતી.

તે સમયે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં તેના પિતા બલકૌર સિંહે કહ્યું હતું કે, ‘૨૮ વર્ષની ઉંમરમાં મારા દીકરાને પ્રતિમા બનતા જાેઈ શકતો નથી. અમે ન્યાયની રાહ જાેઈ રહ્યા છીએ. હત્યારાઓ જે વિદેશની જમીન અથવા અહીં બેઠા છે તેમને કડક સજા મળવી જાેઈએ. જેણે મૂસેવાલાની હત્યાની જાહેરમાં જવાબદારી લીધી તેને સુરક્ષા કેમ આપવી જાેઈએ?’. ગયા મહિને બલકૌર સિંહે દીકરાના ચહેરાનું ટેટૂ હાથમાં કરાવ્યું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.