Western Times News

Gujarati News

ખાનગી કેબ કંપનીનાં ભાડાં વધવાથી લોકો BRTS વધુ પસંદ કરે છે

Files Photo

ઈસ્કોન-આરટીઓ-એરપોર્ટ બીઆરટીએસ અમદાવાદીઓમાં લોકપ્રિય બની-૧૮ ઓકટોબર, ૨૦૨૧ એ તંત્ર દ્વારા પહેલી ઇલેકટ્રિક બસ દોડતી કરાઈ હતીઃ માર્કેટિંગ તેમજ 

અમદાવાદ, બીઆરટીએસના સત્તાવાળાઓ દ્વારા હવાઈયાત્રા કરી અમદાવાદ આવતા અને જતા પેસેન્જર્સને પ્રદૂષણરહિત અને વાજબી દરની બસ સુવિધા મળી રહે તેવા આશયથી ઇસ્કોનથી આરટીઓ થઈને એરપોર્ટ વચ્ચે ખાસ બીઆરટીએસ બસ સર્વિસ શરૂ કરાઈ છે, જેમાં પેસેન્જરદીઠ માત્ર રૂ. ૫૦નું ભાડું હોઈ હવે આ સર્વિસ અમદાવાદીઓામં લોકપ્રિય બની છે.

મેયર કિરીટ પરમારના હસ્તે ૧૮ ઓક્ટોબર, ૨૦૨૧એ એરપોર્ટથી આવનારા અને જનારા પેસેન્જર્સ માટે સસ્તા ભાડાની બીઆરટીએસની ઇલેક્ટ્રિક બસ સર્વિસનો પ્રારંભ કરાયો હતો.

સીસીટીવી કેમેરાથી સજ્જ અને સુરક્ષિત આ બસમાં પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ પણ છે તેમજ કોઈ પણ બસ સ્ટેશનથી એરપોર્ટ જવાનું ભાડું માત્ર રૂ. ૫૦ છે, જાેકે વચ્ચેના સ્ટેશનના પેસેન્જર્સ પણ બસમાં મુસાફરી કરી શકે છે. અગાઉના પ્રયોગને નિષ્ફળતા મળ્યા બાદ હવે તંત્ર ઇસ્કોનથી આરટીઓ સુધી બીઆરટીએસ કોરિડોર પર બસ દોડાવવા લીધી હોઈ એરપોર્ટ ન જનારા પેસેન્જર્સ પણ આ બસ સર્વિસનો લાભ ઉઠાવી રહ્યા છે.

સત્તાવાળાઓને ઓક્ટોબર ૨૦૨૧માં ૩૭૪૪ પેસેન્જર્સથી રૂ. ૧,૮૫,૭૦૭ની આવક થઈ હતી. નવેમ્બર-૨૦૨૧ માં ૧૦,૬૩૪ પેસેન્જર્સથી રૂ. ૫,૨૫,૭૯૫ની આવક, ડિસેમ્બર ૨૦૨૧માં ૧૩,૧૬૦ પેસેન્જર્સથી રૂ. ૬,૫૪,૩૫૦ની આવક થઈ હતી.
ચાલુ વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં કોરોનાની થર્ડ વેવના કારણે ૮૦૨૪ પેસેન્જર્સથી રૂ. ૩,૫૪,૧૬૦ની આવક, ફેબ્રુઆરી-૨૦૨૨માં ૬,૯૦૩ પેસેન્જર્સથી રૂ. ૩,૧૦,૩૫૦ની આવક માર્ચ-૨૦૨૨માં ૯,૬૮૮ પેસેન્જર્સથી રૂ. ૪,૪૩,૬૨૫ની આવક અને એપ્રિલ ૨૦૨૨માં ૮,૭૬૩ પેસેન્જર્સથી રૂ. ૪,૧૮,૦૯૦ની આવક તંત્રને થઈ હતી.

મે-૨૦૨૨થી પેસેન્જર્સની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો. મે-૨૦૨૨માં ૧૯,૯૦૧ પેસેન્જર્સથી રૂ. ૬,૬૮,૧૧૦ની આવક, જૂન-૨૦૨૨માં અત્યાર સુધીના સૌથી વધુ ૧૪,૧૧૨ પેસેન્જર્સથી સૌથી વધુ રૂ. ૬,૯૩,૯૪૦ની આવક સત્તાવાળાઓને થઈ હતી, જ્યારે ગત જુલાઇ-૨૦૨૨માં ૧૧,૨૨૭ પેસન્જર્સથી રૂ. ૫,૪૯,૬૬૦ની આવક થઈ હતી.

ચાલુ ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો તંત્રને ૧ ઓગસ્ટે ૫૭૦ પેસેન્જર્સથી રૂ. ૨૩,૬૬૦ની આવક, તા. ૫ ઓગસ્ટે ૫૫૬ પેસેન્જર્સથી રૂ. ૨૨,૭૮૫ની આવક, ૧૦ ઓગસ્ટે ૬૩૦ પેસેન્જર્સથી રૂ. ૨૬,૬૩૦ની આવક, ૧૫ ઓગસ્ટે ૮૨૫ પેસેન્જર્સથી રૂ. ૩૭,૫૫૦ની આવક, ૨૦ ઓગસ્ટે ૭૭૫ પેસેન્જર્સથી રૂ. ૩૪,૫૯૦ની આવક અને ૨૫ ઓગસ્ટે ૬૧૪ પેસેન્જર્સથી રૂ. ૩૦,૫૫૦ની આવક થવા પામી હતી.

૨૧ ઓગસ્ટે સૌથી વધુ ૮૭૯ પેસેન્જર્સ નોંધાયા ઃ ચાલુ ઓગસ્ટ મહિનામાં તંત્રને તા. ૨૧ ઓગસ્ટે સૌથી વધુ ૮૭૪ પેસેન્જર્સ નોંધાયા હતા. તે દિવસે તંત્રને સૌથી વધુ રૂ. ૪૦,૧૭૫ની આવક થઈ હતી. આ બસ સર્વિસથી કુલ રૂ. ૫૬.૧૫ લાખથી વધુની આવક થઈ ઃ તંત્રને ગત તા. ૧૮ ઓક્ટોબરો, ૨૦૨૧થી શરૂ થયેલી આ બસ સર્વિસથી તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૨ સુધીમાં કુલ રૂ. ૫૬.૧૫ લાખની આવક થઈ છે. જ્યારે કુલ ૧,૧૮,૪૪૦ પેસેન્જર્સ આ સુવિધાોન લાભ લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.