Western Times News

Gujarati News

રેપના આરોપી લિંગાયત મઠના સ્વામી શિવમૂર્તિ મુરૂગાની અટકાયત

બેંગ્લુરૂ,કર્ણાટક પોલીસે યૌન શોષણ મામલામાં ફલાયેલ લિગાયત મઠના સ્વામી શિવમૂર્તિ મુરૂગા શરણારૂની વિરૂધ્ધ લુકઆઉટ નોટીસ જારી કરી કર્યા બાદ તેમની અટકાયત કરી છે આ પહેલા પોલીસે સ્વામીની વિરૂધ્ધ સગીર સહિત અનેક પીડિતોની સાથે યૌન શોષણના આરોપીને લઇ પોસ્કો એકટ હેઠળ મામલો દાખલ કર્યો છે.

બે સગીરોની ફરિયાદના આધાર પર મઠના શિવમૂર્તિ મુરૂગા શરણારૂની વિરૂધ્ધ મૈસુર સિટી પોલીસે મામલો દાખલ કર્યો છે.ફરિયાદ અનુસાર ૧૫ અને ૧૬ વર્ષની બંન્ને યુવતીઓ મઠની સ્કુલમાં અભ્યાસ કરતી હતી જયાં તેમની સાથે સાડા ત્રણ વર્ષ સુધી બળાત્કાર કરવામાં આવ્યો માહિતી અનુસાર પીડિતા ૨૪ જુલાઇના રોજ હોસ્ટેલમાંથી ભાગી ગઇ હતી.

જાે કે ૨૫ જુલાઇએ કોટન પેટ પોલીસ સ્ટેશનમાં મળી હતી.ફરિયાદના આધાર ઉપર ૨૬ ઓગષ્ટે નજરબાદ પોલીસ સ્ટેશનમાં લિંગાયત મઠના સ્વામીની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી જાે કે સ્વામી શિવમૂર્તિ મુરૂગાનું કહેવુ છે કે તેમને એક કાવતરા હેઠળ ફસાવવામાં આવી રહ્યાં છે અને તેની પાછળ કોઇ આંતરિક વ્યક્તિનો જ હાથ છે.

તેમણે એ પણ દાવો કર્યો હતો કે તે આ કેસમાં નિર્દોષ સાબિત થશે એ યાદ રહે કે કાનુન પ્રવર્તન એજન્સીઓ દ્વારા લુકઆઉટ નોટીસ કે સર્કુલર એ સુનિશ્ચિત કરવા માટે જારી કરવામાં આવે છે કે ભાગેડુ વ્યક્તિ દેશ ન છોડી શકે આરોપીની વિરૂધ્ધ નોટિસ તમામ ચેક પોસ્ટ જેમ કે આંતરરાષ્ટ્રીય વિમાની મથકો અને બંદરગાહોને જારી કરવામાં આવી છે.

દરમિયાન સ્વામિ શિવમૂર્તિ મુરૂગાની ફરિયાદની માંગને શરૂ થયેલ વિરોધ વચ્ચે કર્ણાટક પોલીસે યૌન ઉત્પીડનના મામલામાં મઠ દ્વારા સંચાલિત સ્કુલ હોસ્ટેલના મુખ્ય વોર્ડનને હિરાસતમાં લીધો છે આ મામલામાં પોલીસની આ પહેલી દંડાત્મક કાર્યવાહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.