Western Times News

Gujarati News

સાંસદ નારણભાઈ રાઠવાએ પુત્રને વિધાનસભાની ટીકીટ મળે તેવી લાગણી દર્શાવી

છોટાઉદેપુર,ગુજરાત ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જ્ઞાતિવાદ, પરિવારવાદ સામે આવી રહ્યો છે. જેને કારણે ચૂંટણીના માહોલમાં વધુ ગરમાવો આવી રહ્યો છે. છોટાઉદેપુર કાૅંગ્રેસની અંદર વિધાનસભાની ચૂંટણીને લઈને વિખવાદ ઉભો થયો છે.

ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ પોતાના પુત્રને વિધાનસભાની ટીકીટ મળે તેવી લાગણી દર્શાવી છે. તો સાથે જ નારણ રાઠવા દ્વારા કોઈ પણ ચૂંટણી નહી લડવાની નિવૃત્તિ જાહેર કરી છે.સાંસદ નારણ રાઠવાએ પોતાના દીકરાને છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવાની માંગ કરી છે.

નારાણ રાઠવાએ કહ્યું કે, સુખરામ રાઠવા નિવૃત્તિ લે અથવા લોકસભા લડે અને પોતાના જમાઈ રાજેન્દ્ર રાઠવાને વિધાનસભાની ટિકિટ આપીને લડાવે. હું આજે જ નિવૃત્તિ જાહેર કરું છું, હું પણ આગામી લોકસભા અથવા રાજ્યસભાની ચૂંટણી નહિ લડું, યુવાઓને તક આપો.

અગાઉ મોહનસિંહ રાઠવાએ બે વખત કમિટમેન્ટ આપ્યું હતું, જેને લઇને અમે બે વખત વિધાનસભામાંથી ખસી ગયા હતા.છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર આદિવાસી બહુમતો જાેવા મળે છે. આ સાથે જ અહીં રાઠવા જ્ઞાતિના મતોનુ પણ પ્રભુત્વ જાેવા મળે છે.

આ બેઠક પર સૌથી વધુ વખત મોહનસિંહ રાઠવાનો વિજય થયો છે. મોહનસિંહ રાઠવા ૧૯૭૨-૯૦ સુધી, ૧૯૯૦-૯૭ સુધી, ૧૯૯૮-૨૦૦૨, ૨૦૦૭ થી ૨૦૨૨ સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સતત મોહનસિંહનુ આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે. જેથી હવે નારણ રાઠવાએ હવે ટિકિટ માટે જંગ છેડ્યો.HM1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.