Western Times News

Gujarati News

આ કંપની નવરાત્રિ મહોત્સવ દરમ્યાન આપી રહી છે, AC ઇન્વર્ટર કમ્પ્રેસ્સર પર લાઇફટાઇમ વોરન્ટી

વોલ્ટાસે એની ‘સ્પેશ્યલ શુભો પૂજા અને નવરાત્રિ મહોત્સવ’ ઓફર્સ સાથે નવરાત્રિના તહેવારની ઉજવણી ચમક વધારી-વોલ્ટાસ અને વોલ્ટાસ બીકોના તમામ ઉત્પાદનો પસંદગીના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 15 ટકા સુધીનું કેશબેક આપશે

મુંબઈ, ભારતમાં રુમ એર કન્ડિશનર્સ માટે સ્પષ્ટપણે માર્કેટ લીડર વોલ્ટાસ લિમિટેડએ એના અખિલ ભારતીય ગ્રાહકો માટે, ખાસ કરીને દૂર્ગા પૂજો ફેસ્ટિવલ માટે પશ્ચિમ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે એની સ્પેશ્યલ શુભો પૂજો અને નવરાત્રિ મહોત્સવ ઓફરની જાહેરાત કરી છે.

દુર્ગા પૂજો અને નવરાત્રિના પાવન પર્વ પર વોલ્ટાસ અને વોલ્ટાસ બીકોએ વિવિધ ઓફર પ્રસ્તુત કરી છે, જેમાં કેશબેક અને એક્ષ્ટેન્ડેડ વોરન્ટી સામેલ છે, જેથી અમારા ગ્રાહકો માટે ખરીદીની પ્રક્રિયા વધારે લાભદાયક બનશે.

વોલ્ટાસ અને વોલ્ટાસ બીકોના ઉત્પાદનોની વિવિધ રેન્જની સુલભતા વધારવા કંપનીએ ધિરાણની વિવિધ ઓફર પ્રસ્તુત કરી છે, જેમાં પસંદગીના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા વિવિધ સરળ ઇએમઆઇ વિકલ્પો પર 15 ટકા કેશબેક સુધીની ઓફર સામેલ છે. ઉપરાંત વોલ્ટાસ અને વોલ્ટાસ બીકોએ પસંદગીના ઉત્પાદનો પર પાંચ વર્ષની સંપૂર્ણ વોરન્ટી અને લાઇફટાઇમ ઇન્વર્ટર કમ્પ્રેસ્સર વોરન્ટી પણ ઓફર કરી છે, જેથી હોમ અપગ્રેડેશન માટે ગ્રાહકોને ખરીદી કરવા પ્રોત્સાહન મળે. આ ઓફર્સ 26 સપ્ટેમ્બર, 2022થી શરૂ થઈ છે. આ ઓફર્સ રિટેલ ગ્રાહકો માટે જ ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે વોલ્ટાસ લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી પ્રદીપ બક્ષીએ કહ્યું હતું કે, “અમે છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન તહેવારો દરમિયાન કૂલિંગ ઉત્પાદનો અને હોમ એપ્લાયન્સિસની ખરીદીમાં સતત વધારો જોયો છે. અમે ચેનલ વિસ્તરણની પહેલો સહિત અમારી વિતરણની બહોળી પહોંચ અને અમારા કેન્દ્રિત માર્કેટિંગ પ્રયાસોને કારણે ટિઅર 1થી ટિઅર 4 સુધી તમામ પ્રકારના ગ્રાહકવર્ગમાંથી માગમાં વધારો જોઈ રહ્યાં છીએ.

એક્સક્લૂઝિલ બ્રાન્ડ શોપ્સ તથા અમારા પોતાના પ્લેટફોર્મ્સ અને ઇ-કોમર્સ સ્ટોર્સ પર ઓનલાઇન અમારા ઉત્પાદનોની ઉપલબ્ધતા પણ ગ્રાહકો માટે સરળ સુલભતા તરફ દોરી જશે. ઉપરાંત અદ્યતન ખાસિયતો ધરાવતા ઉત્પાદનો સાથે હોમ અપગ્રેડેશન માટે આતુર ઉપભોક્તાઓમાં ઉત્પાદન બદલવાની જરૂરિયાતમાં વધારો થઈ રહ્યો છે. અમારી આકર્ષક ફેસ્ટિવ ઓફર્સ આ અઠવાડિયે શરૂ થવાથી અમને તહેવારની આ સિઝનની તકનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ મળશે.”

વોલ્ટાસે ઓણમ સાથે તહેવારની ઉજવણીઓ શરૂ કરી છે, જે પછી ગણેશચતુર્થી, દુર્ગા પૂજા અને નવરાત્રિના પ્રસંગે એક્સક્લૂઝિવ ફેસ્ટિવ સિઝન ઓફર્સ રજૂ કરી છે અને ટૂંક સમયમાં દિવાળી માટે લાભદાયક ઓફર્સ પ્રસ્તુત કરીશું. આ ઓફર્સ ગ્રાહકો માટે ખરીદી વધારે લાભદાયક અને સરળ બનાવશે તેમજ પસંદગી કરવા વિવિધ ઓફર્સના વિકલ્પો પણ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.