Western Times News

Gujarati News

2 ઑક્ટોબરથી 8 ઑક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી

File

વન્યજીવ સપ્તાહ દરમિયાન ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાન મુલાકાતીઓ માટે નિશુલ્ક પ્રવેશ રહેશે
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કોમ્પિટીશન તેમજ ફોટોગ્રાફ અને પેઇન્ટિંગ એકિઝબિશનનું આયોજન

દર વર્ષે ૦૨ ઓક્ટોબર થી ૦૮ ઑક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ વધુમાં વધુ નાગરીકોને વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. દર વર્ષે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

વન્યજીવ સપ્તાહ દરમિયાન ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાન ગાંધીનગર ખાતે મુલાકાતીઓ માટે નિશુલ્ક પ્રવેશ રહેશે. આ વર્ષે ગીર ફાઉન્ડેશન દ્વારા બટરફ્લાય વોક, પ્લાન્ટ વોક, બર્ડ વોક, વાઇલ્ડ ટોક, સ્નેક બાઇટ અવેરનેશ, વાઇલ્ડ ફોટોગ્રાફર્સ વર્કશોપ કમ ટ્રેનિંગ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

તે ઉપરાંત બાળકો માટે સ્પોટ ક્વિઝ, સ્ટિકર ડિસ્ટ્રીબ્યુશનનું પણ આયોજન છે. આ વર્ષે ખાસ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કોમ્પિટીશન તેમજ ફોટોગ્રાફ અને પેઇન્ટિંગ એકિઝબિશનનું પણ આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં અંગે વધુ માહિતી https://sites.google.com/view/geer-ee/home પરથી મેળવી શકાશે.

‘હંજ’ થી ઓળખાતું આ સુંદર પક્ષી ગુજરાતનું ‘સ્ટેટ બર્ડ’ છે. આ ગુલાબી પક્ષી શિયાળા દરમ્યાન કચ્છના નાના અને મોટા રણ, ભાવનગર-જામનગર-માંડવીના દરિયાકાંઠે, નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય તથા પોરબંદર અને ભાવનગરમાં મીઠાના અગરોમાં જોવા મળે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.