Western Times News

Gujarati News

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) પાલનપુર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બનાસકાંઠા જિલ્લા શાખા પાલનપુર તથા ગુજરાત રાજ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આજે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રેડક્રોસ આપણા આંગણે, ભાવી પ્રકલ્પોનું પુષ્ટીકરણ કરવા માટે, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નું નવીન ભવન બનાવવા માટે, બ્લડ બેંકની સ્થાપના અને સ્ટોરેજ કરવા બાબતે તથા એમ્બ્યુલન્સ વાનની સગવડો વધારવા માટે તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉપયોગી થવાનો આ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો.

પાલનપુર નગરપાલિકા હોલ જહાઆરા બાગ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત રાજ્ય શાખા અમદાવાદના શ્રી અજયભાઈ એચ પટેલ તેમજ બનાસ ડેરીના ચેરમેન અને માજી આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા અમદાવાદ રાજ્ય શાખાના જનરલ સેક્રેટરી ડોક્ટર પ્રકાશ પરમાર,વાઇસ ચેરમેન ડોક્ટર અજયભાઈ દેસાઈ, ટ્રેઝરર શ્રી સંજયભાઈ શાહ,જાેનલ કો ઓર્ડીનેટર ઉત્તર ઝોન- ડોક્ટર અનિલ જે નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા પાલનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી ગીરીશભાઈ જગાણીયા,સ્ટેટ મેનેજિંગ કમિટીના મેમ્બર ડોક્ટર ગિરધરભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી શૈલેષભાઈ જાેશી,ઓન.સેક્રેટરી શ્રી રોહિતભાઈ પટેલ,ઓન ટ્રેઝરર શ્રી કનુભાઈ અગ્રવાલ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠાના કારોબારી સભ્યો અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ માં પાલનપુર શહેરના આગેવાનો, દરેક એસોસિયેશનના સભ્યો, એનજીઓના સભ્યો, તેમજ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, વિશેષ ઉપસ્થિત રહ્યા.આજે નવીન રેડક્રોસ ભવન માટે ની જાહેરાત કરવામાં આવી. જેમાં આ ભવનના નિર્માણ માટે ૧૦,૦૦૦ /- સ્ક્વેર ફૂટ જમીન દાનમાં આવી.

૨૫૦૦ સ્ક્વેર ફીટ નો હોલ લેબોરેટરી બનાવવી હોય તો ઓફર કરવામાં આવ્યો તેમજ શહેરીજનો, ઉદ્યોગપતિઓ, એક્સપોર્ટરો દ્વારા થોડીક જ ક્ષણોમાં રૂપિયા દોઢ કરોડના દાનની જાહેરાત કરવામાં આવી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી શિવરામભાઈ પટેલ, શ્રી કનુભાઈ અગ્રવાલ, શ્રી ધવલભાઈ મોદી(જ્યોતીન્દ્ર ગ્રુપ)તેમજ આગેવાનો એ દાન આપવાની પહેલ કરી લોકોને પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ દાનની જાહેરાતો શરૂ થઈ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ રેડ ક્રોસ ભવન માટે તેમજ રેડક્રોશ સોસાયટીને બધી જ રીતે મદદરૂપ થવા માટે ખાતરી આપી આ પ્રસંગે ભોજનની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.