Western Times News

Gujarati News

ફાઈનલ પંપીંગ સ્ટેશન બહારથી વેહતા પ્રદૂષિત પાણીથી આમલાખાડી પુનઃ પ્રદૂષિત

જીપીસીબી અને નોટીફાઈડ વિભાગ દ્વારા કાર્યવાહી નહિ થતા રોષ

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતની કંપનીઓ દ્વારા વારંવાર પ્રદૂષણ વાયુ અને જળ પ્રદૂષણના પગલે અનેકવાર ફરિયાદો ઉઠવા પામી છે અને તેની રજૂઆત પણ વારંવાર કરવામાં આવે છે.તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા આવા ઉદ્યોગો બેફામ બન્યા છે.ત્યારે આજરોજ ઓદ્યોગિક વસાહતના ફાઈનલ પંપીંગ સ્ટેશન બહારથી વેહતા પ્રદૂષિત પાણીથી આમલાખાડી પુનઃ પ્રદૂષિત બની છે.

આજરોજ તારીખ ૯-૧૦-૨૦૨૨ ના રોજ વેહલી સવારે વરસાદ ન હોવા છતાં આમલાખાડી ખાડીમાં પ્રદુષિત અને દુર્ગંધ વાળા પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થાને મળતા તેઓ દ્વારા આ બાબતે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વાલિયા ચોકડી પાસે આવેલ ફાઈનલ પમ્પીંગ સ્ટેશન બહાર નોટિફાઈડ હદ વિસ્તાર માંથી મોટા પણમાં પ્રદુષિત પાણી આવી રહ્યું હતું જે ભેગું થઈ આમલાખાડી ખાડીમાં જતું હતું.

જેથી ખાડી પ્રદુષિત થઈ હતી. હાલ વરસાદ ન હોવા છતાં પ્રદુષિત પાણી વરસાદ કરતાં વધારે વહી રહ્યું છે. ચાલુ વર્ષા ઋતુ દરમ્યાન અનેક વખત આવી જ પરિસ્થિતિ છાપરાખાડી અને અમરાવતી ખાડી માં પણ અંકલેશ્વર વસાહતના પ્રદુષિત પાણી વેહતા જાેવા મળ્યા છે.ત્યારે દર વર્ષે પાળાઓ બનાવી રોકવાના નિર્થક પ્રયાસો કરવામાં આવે છે.વાંરવારના પ્રદુષિત પાણીના વહન થી અનેક માછલીઓ અને જળચળના મૃત્યુ થાય છે.તો પ્રદુષિત પાણીના પગલે માનવજાત ને પણ જાેખમ ઉભુ થાય તેમ છે.છતાં પણ જીપીસીબી અને સંબંધિત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે અમોને આમલાખાડીમાં પ્રદુષિત પાણી આવતું હોવાની ફરિયાદ મળતા અમારી સ્થળ તપાસ માં માલુમ પડ્યું હતું કે આ પ્રદુષિત પાણી જીઈડીસી અંકલેશ્વરના ફાઈનલ પમ્પીંગ સ્ટેશન પાછળ બનાવેલ પાળો ઓવરફ્લો વગર વરસાદે પણ નોટિફાઈડ વિસ્તાર માંથી પ્રદુષિત પાણી ખાડીમાં આવતું નજરે જણાઈ રહ્યું હતું.

અમોએ લાગતા વળગતા અંકલેશ્વર અને ગાંધીનગર નાં દરેક અધિકારીઓ અને પદાધિકારીઓને સ્થળ પર થી જ ફોટા/વિડિયો મોકલી પરિસ્થિતિની જાણકારી આપી હતી.અમારો પ્રશ્ન છે કે શું આ ગેરકાયેસરનાનો કૃત્ય કરી દિવાળી પેહલાની સાફ સફાઈનો લાભ લેવામાં આવી રહ્યો છે અને આ લાભ શનિ અને રવિવાર રજા નો? વરસાદ નો કે રાત્રીનાં અંધકારનો? ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવ્યા છે તો એ શું કામ આપે છે?

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદુષણના આવા કૃત્યોથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થયું છે.વરસાદી ખાડીઓમાં પ્રદુષણના થાય એ બાબતે દ્ગય્‌ કોર્ટના હુકમ અને સુપ્રીમ કોર્ટના હુકમોનું ઉલ્લઘન થઈ રહ્યું છે.તંત્ર મુક પ્રેક્ષક બની લાચાર અવસ્થા માં હોય એમ લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.