Western Times News

Gujarati News

ચૂંટણી પહેલાં રાજ્યના ૨૩ IASની બદલીના આદેશ

M Thennarasan, Dhaval Patel

એમ થેન્નારસનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર-અમદાવાદના નવા કલેક્ટર તરીકે IAS ધવલ પટેલ-દિલીપ રાણા-કચ્છ-ભુજ કલેક્ટર

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો જામ્યો છે. ગુજરાત બીજેપી સંગઠન અને દિલ્હીથી મોવડી મંડળના આંટાફેરા વધ્યા છે અને આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે તો શાંત પાણીએ કોંગ્રેસ મક્કમતાથી આગળ વધી રહી છે ત્યારે હવે ગુજરાતના બ્યુરોક્રેટ્‌સમાં ચૂંટણીપૂર્વે મોટા ફેરફાર થયા છે. M Thennarasan, the MD of GIDC, appointed as the municipal commissioner of Ahmedabad Municipal Corporation in reshuffle of 23 IAS officers in Gujarat. Dhaval Patel is transferred as Ahmedabad collector. Sandip Sagale is appointed Gandhinagar municipal commissioner

ગુજરાત સરકારે બુધવારે બપોરે ૨૩ આઈએએસ ઓફિસરની બદલીનો આદેશ બહાર પાડ્યો છે. આ યાદીમાં ભાવનગર, ગાંધીનગર કલેક્ટરોની બદલી સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ નવા કમિશનર મળ્યા છે. સરકારી આદેશ અનુસાર એમ થેન્નારસનને સંદીપ સાંગલેને સ્થાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર બનાવાયા છે.

થેન્નારસન અગાઉ ગાંધીનગર જીઆઈડીસીના વાઈસ ચેરમેન અને એમડી તરીકે ફરજ બજાવી રહ્યાં છે. આ સિવાય અમદાવાદના નવા કલેક્ટર તરીકે આઈએએસ ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

કયા અધિકારીની ક્યાં બદલી
એમ. થેન્નારસન-એએમસી કમિશનર, રાહુલ ગુપ્તા- જીઆઈડીસીના વાઈસ-ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ, ધવલ પટેલ-અમદાવાદ કલેક્ટર, ડી.એસ. ગઢવી-આણંદ કલેક્ટર, ધરમેન્દ્રસિંહ જાડેજા- ડાંગ-આહવા કલેક્ટર, જી. ટી. પંડ્યા- મોરબી કલેક્ટર, બી. આર. દવે-તાપી-વ્યારા કલેક્ટર,

પ્રવીણા ડી. કે.- ગાંધીનગર કલેક્ટર, બી. કે. પંડ્યા- મહીસાગર-લુણાવાડા કલેક્ટર, દિલીપ રાણા-કચ્છ-ભુજ કલેક્ટર, યોગેશ નિરગુડે- ગાંધીનગર આદિવાસી વિકાસ ડાયરેક્ટર, આર. એ. મેરજા -ભાવનગર કલેક્ટર, પી. આર. જાેશી-ભરૂચના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર,

બી. કે. વસાવા- સુરતના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, એસ. ડી. ધાનાણી- દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, સંદીપ સેગલે- ગાંધીનગર કોર્પોરેશન કમિશનર, એમ. વાય. દક્ષિણી-પંચાયત અને રૂરલ હાઉસિંગ ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી, હરજી વાધવાનિયા-એટીએમએના ડાયરેક્ટર, મનીષ કુમાર-ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર,

જે. બી. પટેલ- ગાંધીનગર યૂથ સર્વિસ એન્ડ કલ્ચર એક્ટિવિટીના ડાયરેક્ટર, યોગેશ ચૌધરી-દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર, કે. એસ. વસાવા- ટેક્નિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર, જેશમીન હસરત-ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લી.ના મેનેજિંગ ડાયરેક્ટર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.