Western Times News

Gujarati News

AAP પાર્ટીએ આવનારી ચૂંટણી માટે વધુ ૧૨ ઉમેદવારોની યાદી જાહેર કરી

દેશ માટે સેવા કરવાની ભાવના હોય એવી તમામ વ્યક્તિઓને આમ આદમી પાર્ટી દ્વારા સ્થાન આપવામાં આવ્યું છેઃ ગોપાલ ઇટાલિયા

અમદાવાદ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી એક જબરજસ્ત ક્રાંતિની લહેર ઊઠી છે. અરવિંદ કેજરીવાલજીની ગેરંટીના માધ્યમથી ગુજરાતના જન સુધી મુદ્દાની વાત પહોંચી છે.

અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતાને ૩૦૦ યુનિટ વીજળી મફત આપવાની ગેરંટી આપી છે. ગુજરાતના એક એક બાળકને શાનદાર અને મફત શિક્ષણ આપવાની ગેરંટી આપી છે. ગુજરાતના તમામ નાગરિકોને સારામાં સારી આરોગ્યની સારવાર વ્યવસ્થા પૂરી પાડવાની ગેરંટી આપી છે.

ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ગેરંટી આપી છે. યુવાઓને સરકારી નોકરી આપવાની ગેરંટી આપી છે. વેપારીઓને લાંચથી જે હેરાનગતિઓ છે, લાઇસન્સ રાજ, રેડ રાજમાંથી મુક્તિ આપવાની ગેરંટી આપી છે. કેજરીવાલજીની ગેરંટીને લઈને લોકો એમ માને છે કે કેજરીવાલ જે બોલે છે તે કરીને બતાવે છે કેમ કે, દિલ્હી પંજાબમાં કહ્યું એ મુજબ વીજળી મફત આપી છે. દિલ્હી અને પંજાબમાં ભ્રષ્ટાચારને ખતમ કરવાનું કામ કરવામાં આવ્યું. દિલ્હીમાં સારામાં સારી સ્કૂલ બની ચૂકી છે પંજાબમાં બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલજીની વિશ્વાસનીયતા વધી રહી છે. આ જાેતા ગુજરાતના એક એક વ્યક્તિનો ભરોસો દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી પર વધી રહ્યો છે. કેજરીવાલજીના વિચારને અને આમ આદમી પાર્ટીની ગેરંટી ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક મહા અભિયાન ચાલી રહ્યું છે.

જેને વધુ મજબૂત બનાવવા માટે અલગ અલગ સંગઠનની ઘોષણા કરવામાં આવી ચૂકી છે. સૌથી સક્રિય અને મજબૂત સંગઠન કોઈ પાર્ટી પાસે હોય તો તે માત્ર આમ આદમી પાર્ટી પાસે છે. જેનો અમને ગર્વ છે. અમારા તમામ કાર્યકર્તાઓ દિવસ રાત બદલાવવા લાવવા માટે કામ કરી રહ્યા છે.

પાછલા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ ચાર યાદીઓના માધ્યમથી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલજી એમ કહેતા હતા કે રાજનીતિ કરવા નહીં, રાજનીતિ બદલવા આવ્યા છીએ. ઘણા મોટા પાયા પર રાજનીતિની અંદર બદલાવ આવ્યો છે.

ગુજરાતના ઇતિહાસમાં જાેઈએ તો ચૂંટણી જાહેર થયાના મહિનાઓ પહેલા ઉમેદવાર જાહેર કરવાની ક્યારે કોઈ પ્રથા રહી નથી. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી પહેલા એવા વ્યક્તિ અને પાર્ટી છે કે, જેમણે મહિનાઓ અગાઉ ઉમેદવાર જાહેર કરીને ગુજરાતની રાજનીતી બદલાવનો સંકેત આપ્યો છે.

મહિનાઓ પહેલા ઉમેદવારોને જાહેર કરવાથી ઉમેદવારોને જનતા સુધી જવાનો પૂરતો સમય મળે છે. જનતાને પણ જે ઉમેદવાર છે તેમને જાણવાનો, સમજવાનો, એની સાથે સંબંધ બનાવવાનો પૂરતો સમય મળે છે. આ રીતે ઉમેદવાર અને જનતા બંનેને એકબીજાને સમજવાનો, એકબીજા સાથે લાગણીના બંધનથી બંધાવવાનો પૂરતો સમય મળે છે જેનો ફાયદો આમ આદમી પાર્ટી ને મળી રહ્યો છે.

આજે વધુ એક યાદી સાથે આમ આદમી પાર્ટી આવી છે. અગાઉ કુલ ૪૧ જેટલા ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છીએ. આજની યાદીમાં કુલ ૧૨ વધુ ઉમેદવારોને આમ આદમી પાર્ટી એ પસંદ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.