Western Times News

Gujarati News

ભાઈના પુત્રના જન્મદિને ગરબા કરતાં વેપારીને હાર્ટ એેટેક આવતાં મૃત્યુ

દેવગઢ બારીઆના વેપારીનુ હાર્ટ એટેક આવતાં મોત

દેવગઢબારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરનો એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે. જેમાં નગરના એક આધેડ વેપારી પોતાના સંયુક્ત પરિવાર સાથે રહે છે અને તેમના પરિવારમાંથી એક પરિવારને ત્યાં ખુશીનો પ્રસંગ હતો તેમાં તેઓ રાસ દાંડિયા રમતા હૃદય રોગનો હુમલો (હાર્ટ એટેક) આવતા તેઓ સ્થળ ઉપર ફસડાઈ પડ્યા હતા

અને તેઓને સારવાર અર્થ લઈ જતાં જ્યા હાજર તબીબે મૃત જાહેર કરતાં તેઓનું અચાનક મોત નીપજતા ખુશીના પ્રસંગમાં જાણે માતમ છવાઈ ગયો હતો આગ્રણીનો લાઇવ વિડિયો વાયરલ થતા નગરમાં પણ જાણે ગમગીનતા છવાઈ હોય તેમ.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા નગરના લાલ બંગલા વિસ્તારમાં રહેતા ઇટોના ભટ્ટાનો તેમજ જમીનની લે વેચનો વ્યવસાય કરતા અને વણઝારા સમાજના અગ્રણી રમેશભાઈ જીતાજી વણઝારા સયુંકત પરિવાર સાથે રહે છે જે ગતરોજ તેમના પરિવારના એક ભાઇના પુત્રના જન્મદિવસ હોય તેમના ઘરે જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગત રાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના ઘરમાં ખુશીનો માહોલ હતો.

રમેશભાઈ વણઝારા પણ પોતાના પરિવારના પુત્રના જન્મદિવસની ખુશીમાં હરખ ઘેલા થઈ રાસ દાંડિયા રમી રહ્યા હતા અને રમતા રમતા તેઓને અચાનક હૃદય રોગનો હુમલો થતાં તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતા. અને ફસડાતાની સાથે જ તેઓનું દુઃખદ નિધન થયું હતું. તેમ છતાં તેમના પરીવર જનો તેમને નજીકના દવાખાને લઈ જતા જ્યાં ફરજ પરના તબીબે તપાસીને રમેશભાઈ વણઝારાને મૃત જાહેર કર્યા હતા.

રમેશભાઈનું અકાળે નિધન થતા પરીવર જનો ઉપર જાણે આભ ફાટયું હોય તેમ જાેવાઈ રહ્યું હતું ત્યારે ખુશીનો માહોલ માં માતમ છવાયો હતો જયારે આ વેપારી નો રાસ ગરબા રમતા તેનુ હાર્ટ એટેક ના મોત નો લાઇવ વિડીઓ વાયરલ થતાં નગરજનોમાં પણ ગમ ગીનતા છવાઈ હતી

ત્યારે તેમનાં ઘરે મોતી સંખ્યા માં પરીવાર જનો એકત્ર થયા હતાં જ્યા રાશ ગરબાની જગ્યાએ મરણના મરશિયા સાંભળવા મળ્યા હતા આમ દેવગઢ બારીયાના એક વેપારીના મોતથી નગરમાં ગમગીનતા છવાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.