Western Times News

Gujarati News

બાઈકની નંબર પ્લેટનો ખૂણો વાળતાં ચેતજાે, હવે પોલીસ નહીં છોડે, ખાસ અભિયાન

શહેર ટ્રાફિક પોલીસ નિયમો ન પાળનાર સામે લાલ આંખ

અમદાવાદ,  શહેર ટ્રાફિક પોલીસ નિયમો ન પાળનાર સામે લાલ આંખ કરી રહી છે. કેટલાય વાહન ચાલકો ઇ મેમો અને પોલીસથી બચવા માટે અવનવા પેતરા અપનાવી રહ્યા છે. જેની સામે ટ્રાફિક પોલીસ સજ્જ છે અને આવા લોકોને પકડી સમાજમાં દાખલો બેસાડવાની ઝુંબેશ શરૂ કરી છે.

આ જ કામગીરને લઈને શહેર ટ્રાફિક પોલીસ ફરજ પર હતી, ત્યારે એક બાઇકચાલક ત્યાંથી પસાર થતો હતો. તેને જાેતા જ તેના બાઇકની નંબર પ્લેટનો ખૂણો વાળેલો હતો અને નંબર કે સિરીઝ ન દેખાય એ માટે છાણ પણ લગાવ્યું હતું. જેથી પોલીસે તેને પકડી પૂછપરછ કરતા ઇ મેમોથી બચવા તેણે આ કાંડ કર્યો હોવાનું જણાવતા આરોપી સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી વાહન જમા લીધું હતું.

સરકાર તરફથી વાહન ચાલકોને જુદા-જુદા આરટીઓ નંબરની નંબર પ્લેટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક વાહનચાલકો જાણી જાેઈને પોતાના વાહનો ઉપર લગાવવામાં આવેલી નંબર પ્લેટ સાથે છેડછાડ કરતા હોય છે.

જેથી વાહનનો નંબર કે સીરીઝ ન દેખાય તેમ જ આ ખામીયુક્ત નંબર પ્લેટના કારણે ફૂટેજમાં પોતાના વાહનનો નંબર ન દેખાય તેમ જ ઈ-ચલણ મેમાના દંડની રકમ ભરવી ન પડે તે માટે વાહનની આગળ પાછળની નંબર પ્લેટ વાળી નાખી અમદાવાદ શહેરમાં ફરતા હોય છે. જેથી આવા વાહન ચાલકોને શોધી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન ઘડયો છે.

આ દરમિયાન ટ્રાફિક પોલીસ ફરજ ઉપર હતી ત્યારે શાહીબાગ બીટ વિસ્તારમાં શનિદેવ મંદિર સામે વાહન ચેકિંગ પોલીસ કરી રહી હતી. તે દરમિયાન એક બાઈક ચાલક શનિદેવ મંદિર તરફથી નાગપાલના દવાખાના તરફ આવતો હતો. જેને પોલીસે દૂરથી જાેતા તેની નંબર પ્લેટના આગળના ભાગે છાણ લગાવ્યું હતું. જેથી પોલીસે તેને રોકી સાઈડમાં ઉભો રાખ્યો હતો. બાદમાં નંબર ન વંચાય તે રીતે વાળી દીધેલી નંબર પ્લેટ બાબતે પૂછપરછ શરૂ કરી હતી.

વાહનચાલકે પોતાનું નામ મુકેશ રબારી હોવાનું જણાવ્યું હતું અને પોતે નિકોલમાં રહેતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પરંતુ તેની પાસે બાઈકના કાગળો ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. સાથે જ નંબર પ્લેટ પર છેડછાડ કરી હોવાથી તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે,

તેણે બાઈકની નંબર પ્લેટની સિરીઝ અને નંબર ન દેખાય તે રીતે ખૂણો જાણી જાેઈને વાળી દીધો હતો. સાથે જ ઈ મેમો ન આવે અને દંડ ન ભરવો પડે તે માટે તેણે નંબર ઉપર છાણ લગાવી દીધું હતું. જેથી ટ્રાફિક પોલીસે આ મામલે આરોપી સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની અટકાત કરી વાહન કબજે લઈ તપાસ શરૂ કરી છે.

આ મામલે ટ્રાફિક ડીસીપી સફિન હસને જણાવ્યું કે, તાજેતરમાં મારા આવ્યા બાદ એવું સામે આવ્યું છે કે લોકો નિયમો પાળતા નથી અને નિયમો ન પાળી શેખી મારી રહ્યા છે. સાથે જ મેમો ન ભરવાના તો અનેક બહાના લોકો કરે જ છે પણ મેમો ન આવે એ માટે પણ કોઈકને કોઈક પેતરા કરે છે.

જેને લઈને નંબર પ્લેટ સાથે ચેડા કરનારને શોધી કાર્યવાહી કરવા ખાસ કામગીરી હાથ ધરી છે. આ કામગીરી પહેલા જે પણ લોકોએ આવી કારીગરી કરી હોય તે લોકો પાસે નંબર પ્લેટ સુધારવાનો મોકો છે અને જાે પકડાશે તો તેમની સામે ગુના નોંધી લોકોને નિયમો પાળવાની ફરજ પડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.