Western Times News

Gujarati News

અર્જુન બિજલાનીએ ૪૦મો બર્થ ડે ધામધૂમથી ઉજવ્યો

મુંબઈ, ખતરોં કે ખિલાડી ફેમ એક્ટર અર્જુન બિજલાની આજે એટલે કે ૩૧ ઓક્ટોબરે પોતાનો ૪૦મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. અર્જુન બિજલાનીએ પોતાના નજીકના મિત્રો સાથે મિડનાઈટ બર્થ ડે સેલિબ્રેશન કર્યું હતું.

અર્જુનની બર્થ ડે પાર્ટીમાં મૌની રોય, રાજીવ અડાતિયા, ચેતના પાંડે, સના મકબૂલ, અંકિતા લોખંડે અને પતિ વિકી જૈન, નિયા શર્મા સહિતના ફ્રેન્ડ્‌સ હાજર રહ્યા હતા. અર્જુનની બર્થ ડે પાર્ટીમાં ડ્રેસ કોડ બ્લેક અને વ્હાઈટ હતો ત્યારે સેલેબ્સ એ મુજબ જ તૈયાર થઈને આવ્યા હતા.

અર્જુનની બર્થ ડે પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સાથે જ તેના મિત્રોએ બર્થ ડેની શુભેચ્છા આપતી સુંદર પોસ્ટ પણ લખી છે. બર્થ ડે પાર્ટીમાંથી અર્જુનનો કેક કટિંગ કરતો વિડીયો સામે આવ્યો છે. જેમાં તે દીકરા અને પત્ની નેહા સાથે મળીને કેક કાપી રહ્યો છે. બાકીના ફ્રેન્ડ્‌સ વિડીયો બનાવતા અને અર્જુનને શુભકામના આપતાં જાેવા મળી રહ્યા છે.

અર્જુનના બર્થ ડે પર ૪૦ લખેલી ચોકલેટ કેક લાવવામાં આવી હતી. નાગિનની કો-એક્ટ્રેસ અને ખાસ ફ્રેન્ડ મૌની રોયે અર્જુન સાથેની બર્થ ડે પાર્ટીની તસવીરો ઉપરાંત જૂની કેટલીક તસવીરો અને વિડીયો શેર કરતાં એક્ટરને શુભેચ્છા આપી છે.

મૌનીએ લખ્યું, આ છોકરો કોણ છે? દરેક પાર્ટીની જાન, દરેક ફ્રેન્ડના દિલમાં વસે છે અને તેના જીવનમાં રહેલા દરેક વ્યક્તિનો ચીયરલીડર છે. તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા વહાલા અર્જુના. તું મારા અને તારા જીવનમાં જેને નજીક રાખે છે તે બધા જ લોકોના જીવનમાં પ્રકાશ બન્યો છું.

આજે તારો દિવસ ખાસ રહે અને આખું વર્ષ આશીર્વાદથી ભરેલું રહે. રાજીવ અડાતિયાએ પણ પાર્ટીની તસવીરો શેર કરતાં અર્જુનને શુભેચ્છા આપી છે. તેણે લખ્યું, હેપી હેપી બર્થ ડે અર્જુન. ધ બિગ ૪૦. તું આ ઉંમરની સહેજ પણ નજીક નથી લાગતો.

મારા ભાઈ તારો જન્મદિવસ ખાસ રહે. વધુમાં વધુ આવો ગાંડપણ, હાસ્યનો સમય વિતાવીએ અને સફળતા મળતી રહે. લવ યુ બ્રો. નિયા શર્માએ પણ ખાસ ફ્રેન્ડ સાથે એક ડાન્સ રીલ શેર કરતાં તેને જન્મદિવસની શુભેચ્છા આપી છે. તેણે વિડીયો શેર કરતાં લખ્યું, જિંદગીને હંમેશા ખુલીને જીવતાં અને ભીડમાં પણ એકલા નાચતા વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા.

અર્જુન બિજલાનીએ ફ્રેન્ડ્‌સ સાથે પોતાનો બર્થ ડે ઘરે જ ઉજવ્યો હતો. ત્યારે તેણે કેટલીક તસવીરો શેર કરીને શુભેચ્છા આપનારા સૌનો આભાર માન્યો હતો. સાથે જ જીવનમાં જે કંઈપણ મળ્યું છે તેના માટે ઈશ્વરનો આભાર માન્યો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, અર્જુન હવે ‘સ્પ્લિટ્‌સવિલા’ની નવી સીઝન સની લિયોની સાથે મળીને હોસ્ટ કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.