Western Times News

Gujarati News

12 વર્ષના બાળકનું અપહરણ કરી 1.5 કરોડ માંગ્યાઃ 72 કલાકમાં સુરતથી ઝડપાયા

(એજન્સી)સૂરત, મહારાષ્ટ્રના થાણે શહેરના ડોમ્બિવલી પરિસરમાંથી અપહરણનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દોઢ કરોડની ખંડણી માટે આ અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને અપહરણ કરાયેલા ૧૨ વર્ષના બાળકને પોલીસે પોતાના કબ્જામાં લીધું છે.

આ ધરપકડ સુરતમાંથી થઈ છે. ડોમ્બિવલી પરિસરમાંથી અપહરણ કરીને લાવેલા આ ૧૨ વર્ષનું બાળક જે ચાર દિવસ પહેલા પૂર્વ ડોમ્બિવલીથી અપહરણ કરીને સૂરત લઈને આવતા હતા. અપહરણ કર્તાઓએ બાળકના પિતા પાસેથી દોઢ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.

મહારાષ્ટ્રમાંથી અપહરણ થયેલુ બાળક સૂરતમાંથી મળી આવ્યું

જાે કે આટલી મોટી રકમ ઘરમાં ન હોવાથી લાચાર બનેલા માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસને વિગતો મળતા ૭૨ કલાકના સર્ચ બાદ આખરે સૂરતમાંથી આ ટીમને પકડી પાડી હતી. આપને જણાવી દઈએ કે, આ અપહરણ કર્તાઓએ એટલા ચાલાક હતા કે ,

મેઈન હાઈવે પર પોલીસની નાકાબંધીના ડરથી હાઈવેની નજીકના ગામડાઓ અને જંગલમાંથી પસાર થઈને સૂરત પહોંચી રહ્યા હતા. આરોપીઓમાં શરહશહા ફિરોઝશહા રફાઈ, પ્રિન્સ કુમાર સિંગ, શાહીન મેહતર, ફરહિંદ સિંગ અને નાઝિયા રફાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.