Western Times News

Gujarati News

વોટબેંકની રાજનીતિ માટે કાૅંગ્રેસ સેનાના હાથ બાંધી રાખતીઃપીએમ

આ ચૂંટણી નરેન્દ્ર કે ભૂપેન્દ્ર નહીં પરંતુ ગુજરાતની જનતા લડી રહી છેઃપીએમ

(એજન્સી)જામનગર, ગુજરાતનો ગઢ જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઑ રીતસરના રાજકીય મેદાને ઉતાર્યા છે. જેમાં પોતપોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા લોકપ્રિય નેતાઑ ઠેકઠેકાણે સભાઑ ગજવી રહ્યાં છે.

ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહીત અનેક નેતાઑ ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાન મોદી ગુજરાતમા વિવિધ જિલ્લાઓમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. જામનગરમાં તેમણે જનસભાને સંબોધી હતી અને જેમાં તેમણે વિકાસની વાત અને જીતનું હુંકાર કર્યો છે.

વડાપ્રધાન મોદીએ જામનગરમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના સમયમાં વોંટબેંક વ્હાલા દવલાની નીતિ હતી અને કોંગ્રેસના દિવસો યાદ કરવા ખૂબ જ જરૂરી છે તેમણે કહ્યું કે, ગુજરાતમાં જે શાંતિ છે તેના પાયામાં પ્રગતિ છે અને એક મજબૂત સરકાર નક્શલવાદીઓને ઘરમાં જઈ મારી આવે

તેમણે કહ્યું કે, કોરોનાકાળ બાદ પણ દુનિયામાં કરોડો લોકોની નોકરીઓમાંથી છટણી થઈ ભારતમાં તે શક્યતા નહીંવત થઈ ગઈ, નાના-મોટા ઉદ્યોગો આજે પહેલાથી જેમ જ ધમધમી રહ્યા છે તેમણે કહ્યું કે, આજે દુનિયામાં આપણા દેશનો ડંકો વાગી રહ્યો છે. અને ડિજિટલ ઈન્ડિયાની વિદેશમાં પણ ચર્ચા થાય છે.

તેમણે કહ્યું કે, પાંચ વર્ષ માટેની નથી પરંતુ આગામી પંચીસ વર્ષના ગુજરાતના ભવિષ્ય માટેની આ ચૂંટણી છે.આપણા બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ ટુરિસ્ટ માટે મોટામાં મોટું આકર્ષણ બનવાની દિશામાં કામ કરાઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, આખી દુનિયાને હવે ભારત વિશે જાણવું છે, જાેવું છે અને સમજવું છે તેમણે કહ્યું કે, આપણે ગુજરાતને એવું ચેતનવંતુ બનાવીએ કે દુનિયાભરના પ્રવાસીઓ અહીં આવે તેમણે કહ્યું કે, આ ચૂંટણી ન નરેન્દ્ર લડે છે કે ન ભૂપેન્દ્ર લડે છે પરંતુ આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે તેમજ આપણે નક્કી કર્યું છે કે,

આ દેશમાં મેડીકલ અને એન્જિનિયરીંગના શિક્ષણ પણ માતૃભાષામાં થવું જાેઈએ તેમણે ઉમેર્યું કે, આજે ડિજિટલ ઈન્ડિયાની ચ્કચા વિદેશમાં થઈ રહી છે. અને દુનિયામાં ચાલીસ ટકા ડિજિટલ પેમેન્ટ ફક્ત ભારતમાં થાય છે અને ડિજિટલ ઈન્ડિયાનો સૌથી વધુ લાભ યુવા પેઢીને મળવાનો છે.

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ભારતમાં અનેક રાજ્યો એવા છે કે એકવાર કાૅંગ્રેસ ગઈ તો પછી ફરી ત્યા પેસવા જ નથી દીધીસ તેમણે કહ્યું કે, ૨૦ વર્ષ પહેલા ગુજરાતમાં ૧૧ મેડીકલ કોલેજ હતી જ્યારે આજે ૩૬ મેડીકલ કોલેજ છે અને ૨૦ વર્ષ પહેલા સરકારી હોસ્પિટલમાં ૧૫,૦૦૦ પથારી હતી આજે ૬૦,૦૦૦ જેટલી છે તેમણે કહ્યું કે, જામનગર ટ્રેડિશ્નલ મેડીસીનની દુનિયામાં મોટુ કેન્દ્ર બનવાનું છે તેનો પાયો અમે નાખી દીધો છે અને વોટબેંકની રાજનીતિ માટે કાૅંગ્રેસ સેનાના હાથ બાંધી રાખતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.