Western Times News

Gujarati News

ત્રણ કલાક સુધી જીયોની કૉલિંગ, એસએમએસ સેવાઓ ડાઉન

નવી દિલ્હી, ભારતના સૌથી લોકપ્રિય ટેલિકોમ ઓપરેટરોમાંની એક Jioની સર્વિસ આજે વહેલી સવારે ડાઉન થવાની ફરિયાદ સામે આવી હતી. ઘણા ત્ર્નૈ વપરાશકર્તાઓ કૉલ કરવા અથવા પ્રાપ્ત કરવામાં તેમજ SMS નો ઉપયોગ કરવામાં અસમર્થ હતા.

જિઓની સેવા દેશમાં ૨૯ નવેમ્બરના રોજ વહેલી સવારે ૬ વાગ્યાથી વપરાશકર્તાઓ દ્વારા સમસ્યાઓની જાણ કરવા સાથે ડાઉન થઈ હતી અને સવારે ૯ વાગ્યા સુધી સેવાઓ ડાઉન હતી.

અગાઉના કેટલાક આઉટેજથી વિપરીત, સેવાઓમાં ત્રણ કલાકના લાંબા વિક્ષેપમાં મોટાભાગના Jio વપરાશકર્તાઓ માટે મોબાઇલ ડેટા બરાબર કામ કરતો હતો, અને માત્ર કૉલિંગ અને SMS સેવાઓને અસર થઈ હતી.

આઉટેજ ડિટેક્શન વેબસાઇટ DownDªector એ પણ દર્શાવ્યું છે કે સેંકડો વપરાશકર્તાઓ ત્ર્નૈ આઉટેજથી પ્રભાવિત છે, મુંબઈ, દિલ્હી અને કોલકાતા સહિતના તમામ મોટા શહેરોમાંથી અહેવાલો ઉડ્યા છે.

Jioની સેવાઓ ડાઉન મુદ્દે હજુ સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જાેકે સમસ્યાઓ હવે ઠીક થઈ ગઈ હોય તેવું લાગે છે. ડાઉન થવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

ભારતમાં ત્ર્નૈ વપરાશકર્તાઓ દ્વારા આઉટેજનો સામનો પહેલી વાર કરવો નથી પડ્યો. આ રીતે જ સમગ્ર વર્ષ દરમિયાન ઘણી વખત સેવા ડાઉન થવાની ફરિયાદ સામે આવી હતી. વપરાશકર્તાઓએ ૨૦૨૨ની શરૂઆતમાં ઓક્ટોબર, જૂન અને ફેબ્રુઆરીમાં ડેટા અને કૉલ્સનો ઉપયોગ કરી શકતા ન હોવાની જાણ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.