Western Times News

Gujarati News

Ola Uberમાં ૫% સુવિધા ચાર્જથી ખિસ્સા પર ભાર વધશે

નવી દિલ્હી, કર્ણાટક સરકારના ર્નિણય મુજબ ઓલા-ઉબર સાથે જાેડાયેલા રીક્ષા ચાલકો માટે એક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સરકારે ૨૫ ડિસેમ્બરથી પ્રાદેશિક પરિવહનને એપ આધારિત રીક્ષા પાસેથી ૫% સુવિધા ફી અને જીએસટી વસુલવાની સૂચના આપી છે.

રીક્ષા ચાલકોનું માનવું છે કે તેનાથી ગ્રાહકો અને રીક્ષા ચાલકો બંનેને મુશ્કેલી પડશે. તેથી ઓલા ઉબર ચાલક અને એસોસિએશને આ મામલે હાઇકોર્ટમાં પોતાની રજૂઆત કરી છે. ચાલકોનું માનવું છે કે નક્કી કરેલું ભાડું વધુ લાગતું નથી તો એ કહેવું મુશ્કેલ છે કે કંપની સુવિધા ચાર્જ કઈ રીતે વસૂલશે.

આ સાથે એવું પણ માનવામાં આવે છે કે આ કંપનીઓ વધુ ચાર્જ વસૂલી રહી હતી જેથી સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. છત્તાં પણ એ કહેવું મુશ્કેલ છે કે સરકારના આ આદેશનું પાલન કઈ રીતે થશે.

મનીકંટ્રોલના અહેવાલ મુજબ, UDOA ના પ્રમુખ તન્વીર પાશાએ કર્ણાટક હાઇકોર્ટમાં સરકારના આ નિયમને યોગ્ય રીતે રજુ ન કરવા બદલ દોષિત ગણી છે. તેમના જણાવ્યા મુજબ સરકારે કર્ણાટક ઓન ડિમાન્ડ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી એગ્રીગેટર્સ રૂલ્સમાં સંશોધન કરવું જાેઈએ. કારણકે તેમાં ઓટો રીક્ષા માટે કોઈ વાત કરવામાં આવી નથી.

પાશાના કહેવા પર જાે પરિવહન વિભાગે હાઇકોર્ટને સાચી માહિતી જણાવી હોય તો, અદાલત સરકારને નિયમમાં ફેરફાર અંગે જણાવત. કર્ણાટક સરકારે રિક્ષાનું ભાડું નક્કી કર્યું છે. લઘુત્તમ ભાડું ૩૦રૂ. છે અને તેના ત્યારપછી દરેક કિલોમીટરે રૂ.૧૫ નો ચાર્જ વસુલવામાં આવે છે.

રક રીક્ષા ચાલકના જણાવ્યા મુજબ આ નક્કી કરેલું ભાડું એટલું વધુ નથી પણ એ નક્કી કરવું મુશ્કેલ છે કે કંપની આ સિવાયનું વધારાનું ભાડું કઈ રીતે લેશે. એક બીજા ચાલકે જણાવ્યું છે કે દરેક રાઈડ પર ભાડું કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને વસૂલી શકાશે એ તો સમયજ બતાવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.