Western Times News

Gujarati News

બિગ બોસમાં ગોલ્ડન બોયની થવાની છે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

મુંબઈ, બિગ બોસની અત્યારે ૧૬મી સિઝન ચાલી રહી છે. અત્યારે આઠમુ અઠવાડિયું ચાલી રહ્યું છે. ફેન્સ આતુરતાપૂર્વક વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીની રાહ જાેઈ રહ્યા છે. તાજેતરમાં જ બિગ બોસના ઘરમાં ફહમાન ખાનની એન્ટ્રી થઈ હતી.

બિગ બોસે તે સમયે ઘરના બાકીના સભ્યોને કહ્યુ હતું કે આ પ્રથમ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી છે. પરંતુ અસલમાં ફહમાન ખાન પોતાની અપકમિંગ સીરિયલ ધર્મપત્ની પ્રમોટ કરવા માટે આવ્યો હતો.એક દિવસમાં તે ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. પરંતુ હવે એક એવી જાણકારી મળી રહી છે કે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે કોઈ એક્ટર નહીં, ગોલ્ડન બોય નામથી ઓળખાતા સની નાનાસાહેબ વાઘચૌરેની થવાની છે.

ગોલ્ડન બોય સની આ સિઝનની પ્રથમ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી હોઈ શકે છે. સની વાઘચૌરેએ પોતે આ જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર સની વાઘચૌરેએ બિગ બોસને લગતી એક પોસ્ટ શેર કરી છે. તેણે બિગ બોસના સિમ્બોલની તસવીર શેર કરી છે. અને કેપ્શનમાં લખ્યું છે કે, આખરે મારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. બિગ બોસમાં એન્ટ્રી થવાની છે. આ પોસ્ટ જાેઈને ફેન્સમાં ઉથલપાથલ મચી ગઈ છે.

લોકો કમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો બિગ બોસના ઘરમાં કયા કન્ટેસ્ટન્ટ સાથે મિત્રતા કરવી, કોને શું કહેવું, કોનાથી બચીને રહેવું વગેરે સલાહ-સૂચનો આપી રહ્યા છે. સની વાઘચૌરેની સરખામણી તરત MC સ્ટેન સાથે થવા લાગી છે.

સ્ટેન પણ કરોડોના ઘરેણાં પહેરીને ફરે છે. આ સિવાય સ્ટેન અને સની એકબીજાને ઓળખતા હોવાની પણ જાણકારી મળી રહી છે. ફેન્સ કમેન્ટ સેક્શનમાં પણ લખી રહ્યા છે કે, એમસી સ્ટેન અને તારી જાેડી જાેવા મળશે. હવે આ શૉમાં બન્ને પોતાના ઘરેણાં ફ્લોન્ટ કરતા જાેવા મળશે.

તમને એક વાત જણાવી દઈએ કે મેકર્સ દ્વારા હજી આ બાબતની પૃષ્ટી કરવામાં નથી આવી. ચેનલ તરફથી પણ કોઈ પ્રોમો શેર કરવામાં નથી આવ્યો. સની વાઘચૌરે અને સંજય ગુજ્જર પોતાને ગોલ્ડન બોય્ઝ તરીકે રજૂ કરે છે. આ બન્ને પુણેમાં રહે છે. સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત ફેન ફોલોવિંગ છે. તેઓ દરરોજ અઢીથી ત્રણ કિલો સોનાના ઘરેણાં પહેરીને ફરે છે. આ ઘરેણાં તેમની ઓળખ છે.

બિગ બોસ ૧૬ હવે શનિવાર, રવિવારે રાત્રે ૯ વાગ્યાથી આવશે
બિગ બોસ ૧૬માં આ દિવસોમાં ઘણી લડાઈ ચાલી રહી છે. સ્પર્ધકો એકબીજા સાથે ખૂબ લડી રહ્યા છે. આ બધું જાેઈને દર્શકો પણ ખૂબ એન્જાેય કરી રહ્યા છે. સલમાન ખાન દર વીકેન્ડમાં આવે છે અને દરેકનું બેન્ડ વગાડે છે.

સલમાન ઘરના સભ્યોને પણ સલાહ આપે છે કે તેઓએ કેવું વર્તન કરવું જાેઈએ. કદાચ આ બધી બાબતોને જાેઈને શોની ટીઆરપી ઘણી વધી ગઈ છે અને હવે તેનો સમય પણ બદલાઈ ગયો છે.

હા, હવે વીકેન્ડ કા વાર’ ‘બિગ બોસ ૧૬’માં અલગ સમયે આવશે. હવેથી ‘બિગ બોસ ૧૬’માં ‘વીકેન્ડ કા વાર’ શનિવાર અને રવિવારે રાત્રે ૯ વાગ્યાથી આવશે. એટલે કે સલમાન ખાન હવે પરિવારના સભ્યોને પરેશાન કરવા માટે ૯ વાગે આવશે.

સલમાન ખાન હવે સ્પર્ધકો માટે દર સપ્તાહના અંતે રાત્રે ૯ વાગ્યે ક્લાસનું આયોજન કરશે. હવે નવા સમયે બિગ બોસના આગમન સાથે પ્રેક્ષકોને ઘણો આનંદ મળવાનો છે કારણ કે હવે તેમને તેમનો મનપસંદ શો જાેવા માટે ૯ઃ૩૦ વાગ્યા સુધી રાહ જાેવી પડશે નહીં.

ક્યાંક ને ક્યાંક આ બધું શોની વધતી ટીઆરપીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. હાલમાં બિગ બોસ ૧૬માં નિમ્રિતના કેપ્ટન બનવાના કારણે હંગામો મચી ગયો છે. કલર્સ ટીવીએ કેપ્શન સાથે સોશિયલ મીડિયા પર પ્રોમો શેર કર્યો છે.

જેમાં ‘નિમ્રિત (નિમ્રિત કૌર અહલુવાલિયા) ઘરની કેપ્ટન બને છે. ત્યારે હવે શું ટીના ઘરમાં નવો તણાવ પેદા કરશે? પ્રોમોની શરૂઆત શિવ ઠાકરે કન્ફેશન રૂમમાં બેસીને થાય છે.

બિગ બોસ તેમને કહે છે ‘જ્યારે તમે એકબીજા સાથે ડીલ કરી લો, તો પછી જણાવો કે આગામી રાજા કે રાણી કોણ છે?’ શિવે નિમ્રિતને નવો કેપ્ટન જાહેર કર્યો. આ પછી નિમ્રિત અને ટીના દત્તાના ફાઈટ સીન સામે આવે છે.

પ્રોમોના અંતે ટીના કોઈને કહે છે કે ‘હવે નિમ્રિતની કેપ્ટનશિપ ત્રણ દિવસની થઈ જશે.’ ઘણા લોકોએ બિગ બોસ પર નિમ્રિત અને કેટલાક અન્ય લોકો પ્રત્યે પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. લોકોએ ટિ્‌વટર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. કેટલાકે કહ્યું કે ‘બિગ બોસમાં દર વખતે પક્ષપાત કરવાનું બંધ કરો. તું તારી વહુને ક્યાં સુધી લઈ જઈશ?’ એકે કહ્યું કે ઈંમ્ૈખ્તખ્તમ્ર્જજ ખોટું કરી રહ્યા છે. અન્યાયની રમત રમે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.