Western Times News

Gujarati News

રોહિત શેટ્ટીની નવી ફિલ્મ સર્કસનું ટીઝર રિલીઝ

મુંબઈ, રણવીર સિંહ બોલિવૂડમાં તેના મનોરંજન અને ક્રેઝી એનર્જી માટે જાણીતો છે અને હવે તે ૨૦૨૨ની સૌથી મનોરંજક ફિલ્મ લઈને આવી રહ્યો છે. જેનું નામ ‘સર્કસ’ છે. અત્યાર સુધી ફિલ્મ સાથે જાેડાયેલી કેટલીક તસવીરો સામે આવી હતી. પરંતુ હવે ‘સર્કસ’ની પહેલી ઝલક દર્શકો વચ્ચે આવી છે.

મેકર્સે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. જે ખૂબ જ મજેદાર અને ખૂબ જ અલગ છે. કારણ કે આજ સુધી કોઈ ફિલ્મના ટીઝરમાં આવી વસ્તુઓ જાેવા મળી નથી. સર્કસનું ટીઝર રિલીઝ થયું છે. આ માત્ર ૫૦ સેકન્ડનું છે. જેમાં તે તમામ સ્ટાર્સ જાેવા મળે છે.

જેઓ ફિલ્મમાં પોતાની એક્ટિંગથી ચાહકોનું દિલ જીતી લેશે અને કોમિક ટાઈમિંગથી બધાને હસાવશે. આ ટીઝરમાં ફિલ્મની સ્ટોરી વિશે કંઈ કહેવામાં આવ્યું નથી, ન તો ફિલ્મ સાથે સંબંધિત કોઈ સીન બતાવવામાં આવ્યો છે.

પરંતુ કલાકારોએ સાથે મળીને એક વાત ચોક્કસપણે કહી છે કે આ ફિલ્મ તેના દર્શકોને વર્ષ ૧૯૬૦ની યાદગાર ક્ષણોમાં લઈ જશે, જે સમયે જીવન આજની જેમ ઝડપી ન હતું પણ સરળ હતું.

આ ટીઝરમાં જાેઈ શકાય છે કે તમામ કલાકારો એક જ ડાયલોગ બોલે છે, જેમાં દાદા-દાદીની કહાનીઓથી લઈને બાળકોના પ્રશ્નોનો સમાવેશ થાય છે. તે જ સમયે આખરે રણવીર સિંહ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ વિશે જણાવે છે કે આ ફિલ્મનું ટ્રેલર ૨ ડિસેમ્બરે રિલીઝ થઈ રહ્યું છે.

જાે કે કેટલાક ચાહકોને મેકર્સનો આ નવો પ્રયોગ પસંદ આવ્યો છે. તો કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર આવા ટીઝર્સને બકવાસ પણ ગણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે અને આ ફિલ્મ ક્રિસમસના અવસર પર ૨૩ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

‘સર્કસ’માં રણવીર સિંહનો ડબલ રોલ છે. જેકલીનની સાથે પૂજા હેગડે અને વરુણ શર્મા પણ લીડ રોલમાં જાેવા મળશે. આ સિવાય ફિલ્મમાં રાજપાલ યાદવ અને જાેની લીવર પણ જાેવા મળશે. સૌથી મજાની વાત એ છે કે ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અજય દેવગન કેમિયો રોલમાં જાેવા મળશે. સર્કસ ૧૯૮૨માં આવેલી ફિલ્મ અંગૂર પર આધારિત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.