Western Times News

Gujarati News

ઐશ્વર્યા રાયની દીકરી હાઈટમાં થઈ ગઈ મમ્મીની બરાબર

મુંબઈ, હાલમાં જ એક્ટર રિતેશ દેશમુખ અને પત્ની જેનેલિયાએ દીકરાની બર્થડે પાર્ટી રાખી હતી. રિતેશ દેશમુખના દીકરાની બર્થડે પાર્ટીમાં બોલિવૂડના વિવિધ સેલેબ્સ પોતાના સંતાનો સાથે આવી પહોંચ્યા હતા. આ બર્થડે પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા બચ્ચન સાથે પહોંચી હતી.

જેમાં એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનના હાથમાં ગિફ્ટ પેકેટ પણ જાેવા મળી રહ્યું છે. આ ફોટોમાં આરાધ્યા બચ્ચને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કારણકે હવે આરાધ્યા ૧૧ વર્ષની થઈ ગઈ છે. અહીં નોંધનીય છે કે અન્ય સ્ટાર કિડ્‌સની જેમ એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર છે.

આરાધ્યા હંમેશાં પોતાના પેરેન્ટ્‌સ સાથે જ જાેવા મળે છે. આરાધ્યાની પણ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. આરાધ્યા ડાન્સ કરવાની શોખીન છે. બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન પાર્ટ-૧’ને લઈને ચર્ચામાં છે.

મણિરત્નમના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ દ્વારા ઐશ્વર્યા રાય ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે વાપસી કરી રહી છે. ઐશ્વર્યા રાયે ખુલાસો કર્યો કે તેની દીકરી આરાધ્યાને ફિલ્મના સેટ પર આવવાની તક મળી હતી. ભવ્ય સેટ અને માહોલ જાેઈને આરાધ્યાની કેવી પ્રતિક્રિયા હતી તેના વિશે પણ ઐશ્વર્યાએ જણાવ્યું હતું.

૪૮ વર્ષીય ઐશ્વર્યા રાયે દીકરી આરાધ્યાની ‘પોન્નિયિન સેલ્વન પાર્ટ-૧’ના સેટની મુલાકાતને યાદ કરતાં કહ્યું, “પીરિયડ ડ્રામા જાેવાની હંમેશાં મજા આવે છે અને આરાધ્યાને સેટ પર આવવાની તક મળી હતી. તે મને મળવા આવી હતી. ફિલ્મના સેટથી તે અભિભૂત થઈ ગઈ હતી. હું તેની આંખોમાં એ ભાવ વાંચી શકતી હતી.

આરાધ્યાને ખબર છે કે હું મણિરત્નમ સરનો કેટલો આદર કરું છું અને તેમની સાથે કામ કરવું પસંદ છે. તે પણ તેમનાથી પ્રભાવિત છે. જ્યારે તે સેટ પર આવી ત્યારે સરે પણ તેનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું અને પ્રેમ દર્શાવ્યો હતો.

ઐશ્વર્યાએ વાત આગળ વધારતા ઉમેર્યું, “મને લાગે છે કે આરાધ્યાને સૌથી વધુ મજા એ દિવસે આવી હતી જ્યારે મણિરત્નમ સરે તેને ‘એક્શન’ કહેવાની તક આપી હતી. મને લાગે છે કે આ જ વાતનો આનંદ અને ઉત્સાહ હજી પણ તેના મનમાં છે. તેને જેટલું આશ્ચર્ય થયું તેટલું જ અમને પણ થયું હતું. આ તેના માટે ખૂબ જ કિંમતી અને યાદગાર ક્ષણ હતી.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.