Western Times News

Gujarati News

તૂટેલા અને ઑર્ગેનિક નૉન બાસમતી ચોખાની નિકાસ હવે કરી શકાશે

ઘણા દેશોમાં તૂટેલા ચોખાનો ઉપયોગ આલ્કોહોલ અને ઇથેનોલ ઉદ્યોગોમાં થાય છે. આવી સ્થિતિમાં ઓછી ઉપજની આશંકાને કારણે સરકારે નિકાસ બંધ કરી દીધી હતી.

(એજન્સી) નવીદિલ્હી, ભારત સરકારે સપ્ટેમ્બરમાં સ્થાનિક સ્ટૉક અને વર્તમાન ખરીફ સિઝનમાં ડાંગરના ઓછા ઉત્પાદનની આશંકાને ધ્યાનમાં રાખીને ચોખાની અમુક શ્રેણીઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. વિશ્વના ઘણા દેશો માટે તેને સંકટ માનવામાં આવતુ હતુ

પરંતુ હવે તાજેતરની સ્થિતિને જાેતા સરકારે આ પ્રતિબંધ હટાવી દીધો છે. આ ર્નિણય બાદ પહેલાની જેમ તૂટેલા ચોખા સહિત ઓર્ગેનિક નૉન-બાસમતી ચોખાની આયાત કરી શકાશે. જેના કારણે ઘણા દેશોએ રાહતનો શ્વાસ લીધો છે.

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે આ મામલે મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડ્યુ હતુ. તેમણે પોતાના આદેશમાં જણાવ્યુ હતુ કે ઓર્ગેનિક નોન-બાસમતી ચોખા સહિત ઓર્ગેનિક નોન-બાસમતી ચોખાની નિકાસ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ તે જ નિયમો હેઠળ કરવામાં આવશે જે સપ્ટેમ્બર પહેલા અમલમાં હતા. ઑલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિજય સેટિયાએ સરકારના પગલાંને સમર્થન આપ્યુ છે. તેમણે કહ્યુ કે છેલ્લા કેટલાક વર્ષોથી ઓર્ગેનિક બાસમતી અને નૉન-બાસમતી ચોખાની નિકાસ ઝડપથી વધી રહી છે, આ સ્થિતિમાં સરકારે યોગ્ય ર્નિણય લીધો છે.

ચીન વિશ્વમાં ચોખાનુ સૌથી મોટુ ઉત્પાદક છે. આ પછી ભારતનો નંબર આવે છે. ઘણા દેશોમાં તૂટેલા ચોખાનો ઉપયોગ આલ્કોહોલ અને ઇથેનોલ ઉદ્યોગોમાં થાય છે. આ ઉપરાંત પ્રાણીઓને લગતા ઉદ્યોગમાં પણ તેની ખૂબ માંગ છે. આવી સ્થિતિમાં ઓછી ઉપજની આશંકાને કારણે સરકારે નિકાસ બંધ કરી દીધી હતી.

જેથી દેશના વપરાશને પહેલા મળી શકે. યુક્રેન યુદ્ધ, દુષ્કાળ અને ઓછી ઉપજને કારણે સમગ્ર વિશ્વ પરેશાન છે. ભારત ૧૫૦ દેશોમાં ચોખાની નિકાસ પણ કરે છે. તેથી જ્યારે તેણે આ ર્નિણય લીધો ત્યારે તમામ દેશોનુ ટેન્શન વધી ગયુ હતુ. ત્યારથી તેઓ ભારત સરકારને આ ર્નિણય પર વિચાર કરવા વિનંતી કરી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.