Western Times News

Gujarati News

અતુલ ખાતે ૧૩ મો વલસાડ જિલ્લાનો ઉલ્હાસ કપ ઈન્ટર સ્કુલ ટુર્નામેન્ટનો પ્રારંભ

(પ્રતિનિધિ) વલસાડ, ઉલ્હાસ જીમખાના (એ.આર.ડી.એફ) આયોજીત ૧૩ મો ઉલ્હાસ કપ ની માહિતી આપતા ઉલ્હાસ જીમખાના ના જનરલ સેક્રેટરી શ્રી જે.ડી.પટેલે જણાવ્યુ હતુ કે તા. ૨૨-૧૧-૨૦૨૨ ને સોમવારના રોજ બિરાજમાન શ્રી કમલભાઈ દેસાઈ, આર.એમ.વિ.એમ સ્કુલના સ્પોર્ટસ ટીચર શ્રી, કપીલ પટેલ, ફેલોશિપ વાપી સ્કુલના સ્પોર્ટસ ટીચર શ્રી, ભદ્રેસ ટંડેલ, વિજયભાઈ પટેલ, મિનેશભાઈ પટેલ, સુનીતાબેન પટેલ, હાર્દિક મિસ્ત્રી, ધૃવ પટેલ ના શુભ હસ્તે ટુર્નામેન્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટ વલસાડ જિલ્લાની નામી સ્કુલ જેવી કે આર.એમ.વી.એમ હાઈસ્કૂલ, વલસાડ, ફેલોશીપ હાઈસ્કૂલ વાપી, ડી.સી.ઓ હાઈસ્કૂલ પારડી, સેન્ટ જાેસેફ હાઈસ્કૂલ વલસાડ, એલ.એમ.શાસ્ત્રી સ્વામીનારાયણ સ્કુલ અબ્રામા, આર.જે.જે હાઈસ્કૂલ (ગુજરાતી મિડિયમ) વલસાડ, અતુલ વિધાલય, અતુલ, એમ.કે.મેહતા હાઈસ્કૂલ ઉમરગામ, બાઈ આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, આર.જે.જે હાઈસ્કૂલ (ઈગ્લીંશ મીડીયમ) સેન્ટ ફ્રાન્સીસ હાઈસ્કૂલ ચલા (વાપી) કલ્યાણી હાઈસ્કૂલ, અતુલ, બી.આર.જે.પી, હાઈસ્કૂલ, પારડી, જ્ય જલારામ હાઈસ્કૂલ, નારગોલ, ભાસ્કર ધૃતિ હાઈસ્કૂલ પારડી, બી.એ.પી.એસ હાઈસ્કૂલ અબ્રામા, આમ ટોટલ (૧૬) સ્કૂલો એ ભાગ લીધો હોય, ટુર્નામેન્ટ દરમ્યાન દરેક દિવસે (બે) મેચો (-૨૦) રમાડવાનું નક્કી કરેલ, તે પૈકી પ્રથમ મેચ આર.એમ.વી.એમ વલસાડ, વિરુધ્ધ ફેલોશીપ વાપી, વચ્ચે રમાય હતી, તેમાં આર.એમ.વી.એમ હાઈસ્કૂલ નો વિજય થયો હતો. બીજી મેચ ડી.સી.ઓ હાઈસ્કૂલ પારડી વિરુધ્ધ સેન્ટ જાેસેફ હાઈસ્કૂલ વલસાડ વચ્ચે રમાય હતી, તેમા ડી.સી.ઓ, હાઈસ્કૂલ પારડી નો વિજય થયો હતો.

આ ટુર્નામેન્ટમાં સહયોગ આપનાર શ્રી કમલભાઈ દેસાઈ, મિનેષ પટેલ, સ્પોર્ટસ સેન્ટર, રાજુભાઈ પટેલ, વલસાડ, નિલ્લુભાઈ પટેલ ધરમપુર, પ્રવિણભાઈ પટેલ (U.5.A) સુંદરભાઈ પસ્તાગીયા, કમલ પટેલ (રાબડા), વિજયભાઈ અબ્રામા, નરેન્દ્રભાઈ જે ટંડેલ, કોસંબા આ તમામ સ્પોન્સરભાઈઓનો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઉલ્હાસ જીમખાના ના જનરલ સેક્રેટરી શ્રી, જે.ડી.પટેલે આભાર વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.