Western Times News

Gujarati News

વાપીની શ્રી એલ.જી.મલ્ટિપર્પઝ સ્કુલમાં બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

(પ્રતિનિધિ) વાપી, વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ દ્વારા આંતર સ્કુલ બાસ્કેટ્‌બોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ. ટુર્નામેન્ટની શરુઆત આચાર્યા શ્રીમતી બીની પૌલ,એચ.આર. શ્રીમાન વિજય રાઉંડલ અને શાળાનાં વ્યાયામ શિક્ષકો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી.

આચાર્યા શ્રીમતી બીની પૌલે પધારેલ અમ્પાયરો તેમજ વ્યાયામ શિક્ષકોનું પુષ્ણુચ્છથી સન્માન કરી રમત-ગમત વિષે સંબોધન કર્યુ અને વ્યાયામ શિક્ષક શ્રી વિપુલ સાંજનાએ દરેક ખેલાડીઓને પ્રતિજ્ઞા લેવડાવી રમતને ખુલ્લી મૂકી.

આ ટુર્નામેન્ટમાં ભાઇઓની કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો.જેમાં પારડી ની શ્રી વલ્લભ આશ્રમ સ્કુલ વિજેતા બની જયારે શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ રનર્સ અપ રહી. તેમજ બહેનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો જેમાં વાપીની શ્રીમતી સાંદ્રાબેન શ્રોફ જ્ઞાનધામ સ્કુલ વિજેતા બની.

તેમજ વાપીની ફેલોશીપ મિશન સ્કુલ રનર્સ અપ રહી. શાળા દ્વારા વિજેતા ટીમને પારિતોષિક તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ. શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર તરફથી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.